Skip to main content
Settings Settings for Dark

તાપમાનમાં વધારો આવતા અરવલ્લી આરોગ્ય વિભાગની ટીમ ખડેપગે

Live TV

X
  • બપોરના સમયે રોડ અને બજારો તથા બસસ્ટેન્ડ સૂમસામ નજરે પડે છે. વાહનોની અવરજવર પણ ઓછી થયેલી જોવા મળે છે. વધેલી ગરમીને કારણે જિલ્લામાં જિલ્લા આરોગ્ય અધિકારી અને તેમની ટીમ 108ની સુવિધા સાથે ખડેપગે તૈયાર રહે છે.

    અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાંક દિવસથી તાપમાનમાં વધારો થયો છે. જિલ્લામાં ગરમી 43 ડિગ્રીની પાર પહોંચી ગઈ છે. જેના લીધે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે. બપોરના સમયે રોડ અને બજારો તથા બસસ્ટેન્ડ સૂમસામ નજરે પડે છે. વાહનોની અવરજવર પણ ઓછી થયેલી જોવા મળે છે. વધેલી ગરમીને કારણે જિલ્લામાં જિલ્લા આરોગ્ય અધિકારી અને તેમની ટીમ 108ની સુવિધા સાથે ખડેપગે તૈયાર રહે છે. હાલમાં લૂ લાગવાના, ઝાડા ઉલટીના કેસો વધારે હોય છે. આથી ગરમીથી રાહત મેળવવા લોકો છાયડે બેસી શેરડીનો રસ, કેરીનો બાફલો, બરફના ગોળા, શરબત કે આઇસ્ક્રીમ કે ઠંડાપાણી પીને ગરમીથી રાહત મેળવે છે. આવી ગરમીમાં સામાન્ય રીતે વ્યક્તિએ ત્રણથી ચાર લીટર પાણી પીવું જોઈએ અને ભૂખ્યા પેટે તાપમાં ન નિકળવું જોઈએ. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2024 Max Temp : °C Min Temp : °C
apply