Skip to main content
Settings Settings for Dark

તાપી - વ્યારાની સિવિલ હોસ્પિટલને સતત બીજા વર્ષે કાયાકલ્પ એવૉર્ડ મળ્યો

Live TV

X
  • સ્વચ્છતા, વહીવટી કુશળ સ્ટાફ 65 જેટલી મફત સુવિધાઓ સિવિલ હોસ્ટિપલમાં ઉપલબ્ધ

    ભારત દેશના દરેક રાજ્યોમાં સરકારી હોસ્પિટલો ને વધુ સુંદર, સગવડયુક્ત અને સ્વચ્છ બનાવવાના હેતુસર સરકાર દ્વારા કાયાકલ્પ કાર્યક્રમ અંતર્ગત દરેક રાજ્યના  જિલ્લાઓમાં આવેલ સરકારી સિવિલ હોસ્પિટલોને નંબર આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે, અને તેમાં કામ કરતા ડોકટરો અને વહીવટી  સ્ટાફનો ઉત્સાહ વધારવામાં  આવે છે, જે અંતર્ગત  તાપી જીલ્લાની સિવિલ હોસ્પિટલે ગુજરાત  રાજ્યભરમાં સતત બીજા વર્ષે પ્રથમ  ક્રમ મળ્યો છે, અને રાજ્યભરમાં આદિવાસી બહુલતા ધરાવતા તાપી જીલ્લાનું નામ રોશન થયું  છે, જેને લઇ સમગ્ર હોસ્પિટલ સ્ટાફ સહીત જિલ્લાવાસીઓમાં ગર્વની લાગણી ફેલાય છે.. તાપી જીલ્લાના વ્યારા સ્થિત સિવિલ હોસ્પીટલમાં ડાયાલીસીસ, આઈસીયુ, સીક ન્યુ બોર્ન કેર યુનિટ સહીત આધુનિક લેબોરેટરી અને એમ્બ્યુલન્સ ની સુવિધા સાથે વહીવટી વિભાગનો પુરતો સ્ટાફ છે, અને બિલ્ડીગ પણ સ્વચ્છ સગવડયુક્ત છે, મુખ્ય મંત્રી સંપૂર્ણ નીદન યોજના અંતર્ગત દર્દીઓને આપવામાં આવતી 65 જેટલી મફત સેવાઓ પણ આ સિવિલમાં ઉપલબ્ધ છે...સાથે સ્વચ્છતા ના ક્ષેત્રે પણ આ સિવિલ હોસ્પિટલને છેલ્લા ચાર વર્ષથી ગુજરાત રાજ્યભરમાં નમ્બર મળતો રહ્યો છે અને છેલ્લા બે વર્ષથી કાયાકલ્પ પારિતોષિકથી સન્માનિત કરાઈ છે...મહત્તમ  આદિવાસી વસ્તી ધરાવતા તાપી જીલ્લાની લાઇફ્લાઇન ગણાતી સિવિલ હોસ્પિટલમાં દરરોજ હજારો  દર્દીઓ આરોગ્યલક્ષી સારવાર અર્થે આવતા હોય છે, જેને ધ્યાને લઇ તેઓને  સ્વાસ્થ્યની સાથે કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે હોસ્પિટલ પ્રશાસન હરહમેશ તત્પર રહી કામગીરી કરી રહ્યું છે, અને તેમની આ શ્રેષ્ઠ કામગીરીને સરકારે પણ ધ્યાને લઇ સતત બીજા વર્ષે કાયાકલ્પ એવૉર્ડ આપી નવાઝવામાં આવ્યા છે, જેથી જિલ્લામાં ગર્વની લાગણી ફેલાઈ છે..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply