વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને MPOXની પ્રથમ રસીને આપી મંજૂરી
Live TV
-
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને MPOXની પ્રથમ રસીને આપી મંજૂરી
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વયસ્કોમાં M Pox ના ઉપચાર માટેની પ્રથમ રસીને મંજુરી આપી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પુખ્ત વયના લોકોમાં MPOX ની સારવાર માટે રસીના ઉપયોગ માટે પ્રથમ મંજૂરી આપી છે. આ અંગેની માહિતી શુક્રવારે જિનીવામાં આપવામાં આવી હતી. જેને આફ્રિકા સિવાય અન્ય સ્થળોએ આ રોગ સામે લડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હોવાનું કહેવાય છે. એકવાર રસી મંજૂર થઈ ગયા બાદ GAVI વેક્સિન એલાયન્સ અને યુનિસેફ જેવા દાતાઓ તેને ખરીદી શકે છે. જો કે તેનો પુરવઠો મર્યાદિત છે કારણ કે ત્યાં માત્ર એક જ ઉત્પાદક છે. WHO ની આ મંજુરી હેઠળ હવે 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને બે ડોઝની રસી આપી શકાશે.