Skip to main content
Settings Settings for Dark

50 થી વધુ દવાઓ ગુણવત્તામાં નિષ્ફળ જોવા મળી હતી, પેરાસિટામોલ-ટેલમા જેવી દવાઓના નામ સામેલ

Live TV

X
  • પેરાસિટામોલ ગોળીઓ પર પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી

    ભારતના ડ્રગ રેગ્યુલેટર દ્વારા હાથ ધરવામાં આવેલા ગુણવત્તા પરીક્ષણોમાં 50 થી વધુ દવાઓ નિષ્ફળ ગઈ છે. આ દવાઓની યાદીમાં પેરાસીટામોલ સહિતની ઘણી દવાઓ ફેલ થઈ હોવાનું જાણવા મળ્યું છે. ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, વિટામિન્સ, કેલ્શિયમ D3 સપ્લિમેન્ટ્સ, બેક્ટેરિયલ ચેપ અને એસિડ રિફ્લક્સ સંબંધિત આ દવાઓ નિર્ધારિત ધોરણો માં ફેસ થઈ છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) એ ઓગસ્ટ માટે 'નોન-સ્ટાન્ડર્ડ ક્વોલિટી' ચેતવણી જારી કરી હતી. 

    યાદીમાં વ્યાકપણે ઉપયોગમાં લેવાતી દવાઓનો સમાવેશ થયેલો

    તો પ્રમાણભૂત ગુણવત્તાને અનુરૂપ ન હોવાનું ચિહ્નિત કરાયેલ દવાઓમાં પેરાસિટામોલ ગોળીઓ (500 મિલિગ્રામ), ડાયાબિટીસ વિરોધી દવા ગ્લિમેપીરાઇડ, હાઈ બ્લડ પ્રેશરની દવા ટેલમા એચ (ટેલમિસારટન 40 મિલિગ્રામ), એસિડ રિફ્લક્સ દવા પૈન ડી અને કેલ્શિયમ સપ્લિમેન્ટ શેલ્કલ C અને D3 નો સમાવેશ થાય છે. આ યાદીમાં HAL દ્વારા ઉત્પાદિત અને ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ દ્વારા વિતરિત અને ઉત્તરાખંડમાં પ્યોર એન્ડ ક્યોર હેલ્થકેરએ ઉત્પાદિત શેલ્કલ દ્વારા ઉત્પાદિત વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી એન્ટિબાયોટિક મેટ્રોનીડાઝોલનો પણ સમાવેશ થાય છે. 

    પેરાસિટામોલ ગોળીઓ પર પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી

    કોલકાતાની એક સરકારી લેબમાં એલ્કેમ હેલ્થ સાયન્સની એન્ટિબાયોટિક્સ, ક્લેવમ 625 અને પૈન ડી પણ પ્રમાણભૂત ન હોવાનું જણાયું હતું. લેબમાં જાણવા મળ્યું કે હૈદરાબાદ સ્થિત Hetero's Sepodem XP 50 Dry Suspension, જે બાળકોમાં ગંભીર બેક્ટેરિયલ ચેપ માટે સૂચવવામાં આવે છે, તે ગુણવત્તાના ધોરણોને પૂર્ણ કરતું નથી. કર્ણાટક એન્ટિબાયોટિક્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડની પેરાસિટામોલ ગોળીઓ પર પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. તે ઉપરાંત સન ફાર્મા લેબોરેટરીઝ લિમિટેડની ઉર્સોકોલ 300, જે પિત્તાશયની કેટલીક પથરી ઓગળવા માટે બનાવવામાં આવી હતી. તેને નકલી તરીકે ફ્લેગ કરવામાં આવી હતી. હરિદ્વારમાં લાઇફ મેક્સ કેન્સર લેબ દ્વારા ઉત્પાદિત ટેલમિસારટનના કેટલાક બેચ પણ ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ ગયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-04-2025 Max Temp : °C Min Temp : °C
apply