Skip to main content
Settings Settings for Dark

હું છું..અને હું કરીશ.. થીમ સાથે અમદાવાદ GCRI દ્વારા વિશ્વ કેન્સર દિવસની ઉજવણી

Live TV

X
 • 100થી વધુ કેન્સર સર્વાઈવર(વિજેતા) દર્દીઓએ કેન્સરમુક્ત જીવન કેવી રીતે જીવી શકાય તેનો આપ્યો સંદેશ

  4 ફેબ્રુઆરીના દિવસને વિશ્વ કેન્સર દિવસ તરીકે દુનિયાભરમાં મનાવવામાં આવે છે..ત્યારે અમદાવાદમાં ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ અને ગુજરાત કેન્સર સોસાયટી અમદાવાદ દ્વારા કેન્સર દિવસ પર અનોખા કાર્યક્રમનું આયોજન કરાયુ છે..કાર્યક્રમના મુખ્ય મહેમાન ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ.જયંતિ રવિ ખાસ ઉપસ્થિત રહી કેન્સરના ઉદભવ અને કેન્સરના રોગોથી કેવી રીતે બચી શકાય તે માટે સૌને જનઆંદોલન ચલાવવા હાકલ કરી હતી..ડૉ.જયંતિ રવિએ ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ અને ગુજરાત કેન્સર સોસાયટી અમદાવાદ દ્વારા કેન્સરના દર્દીઓને લેવાતી કાળજી અને વર્ષ દરમિયાન તેમના દ્વારા થતા કેન્સર જાગૃતિ અભિયાનોની પ્રસંશા કરી હતી..વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે સમારોહને સંબોધિત કરતા ડૉ.રવિએ વધુમાં જણાવ્યુ હતુ કે કેન્સર ન થાય તે માટે સજાગતા લાવવી જરૂરી છે..તાજેતરમાં ગુજરાત પોષણ અભિયાન અંતર્ગત ગામડાઓમાં આંગણવાડીઓમાં જઈને બાળકોની મુલાકાત લે છે..આ વિસ્તારોમાં ગરીબ બાળકોના આરોગ્યની ચકાસણનું ખૂબ સુંદર અભિયાન ચલાવ્યુ..તેવી જ રીતે કેન્સરને દૂર કરવા અને કેન્સર જેવી ગંભીર બીમારીઓથી બચવા માટે આપણે જનઆંદોલન ચલાવવાની જરૂર છે..તેમણે કહ્યુ કે જે કેન્સરના વિજેતા દર્દીઓ અહી આવ્યા છે તેઓના અનુભવો અને તેમનાથી વધુ સારી સમજ કોઈ આપી શકશે નહી..આમાંથી જ કોઈ કેન્સર સર્વાઈવર વ્યક્તિ આ અભિયાન ઉપાડે અને ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટટીટ્યૂટ અને ગુજરાત કેન્સર સોસાયટી એક ગ્રુપ ટીમ બનાવી વોલેન્ટિયર તૈયાર કરે જેમાં પત્રકારમિત્રો, કેન્સરસ ર્વાઈવર દર્દી, સમાજ સેવી કે કોઈ પણ આગેવાન કે જે કેન્સર અંગે જાગૃતિ આપવાના કાર્યમાં સ્વયંભૂ જોડાવવા તૈયાર હોય તેવા લોકોને ભેગા કરી વિવિધ વિસ્તારોમાં કેન્સર અંગેની જાગૃતિ અને કેન્સરના દર્દીઓ અને તેમના પરિવારજનોને મજબૂત મનોબળ પૂરુ પાડવામાં ખૂબ મોટુ કામ કરી શકે તેમ છે.ડૉ.જંયતિ રવિએ તમાકુ કે અન્ય કેફી દ્રવ્યોનુ સેવન ન કરવા માટે અપીલ કરી હતી..તેમણે કહ્યુ કે જે લોકો તમાકુ કે અન્ય કેફી દ્રવ્યોનું સેવન કરતા લોકોને નથી ખબર હોતી કે તેઓ જે ખાઈ રહ્યા છે તેના પરિણામો કેટલા ગંભીર આવશે..


  આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત હવે બિનચેપી રોગો માટે સ્ક્રીનિંગની જોગવાઈ - જયંતિ રવિ
  આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત બિનચેપી રોગ ખાસ કરીને કેન્સર જેવા રોગોના સ્ક્રીનિંગની જોગવાઈ છે...ગુજરાતભરમાં આ યોજના અંતર્ગત સ્ક્રીનિંગ કરવાનું કાર્ય ચાલી રહ્યુ છે..જે લોકોમાં કેન્સરના લક્ષણો દેખાય તેમને સમયસર સારવાર મળે અને તેઓ કેન્સર વિજેતા બની જાય તે માટે કાર્ય કરવામાં આવી રહ્યુ છે..


  કેન્સરના દર્દીનું મનોબળ વધારવાથી તેના સાજા થવાની શક્યતા અનેકગણી વધી જાય છે - ડૉ.શશાંગ પંડ્યા
  ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ(GCRI)ના નિયામક ડૉ.શશાંક પંડ્યાએ જણાવ્યુ છે કે વિશ્વ કેન્સર દિવસ 4 ફેબ્રુઆરીએ ઉજવાય છે..UICC એટલે કે ધ યુનિયન ફોર ઈન્ટરનેશલ કેન્સર કન્ટ્રોલની સ્થાપના વર્ષ 2000માં થઈ હતી.આજે તેની 20મી વર્ષગાંઠ હતી..ત્યારે આજરોજ વિવિધ પ્રકારના કેન્સરથી ગ્રસિત દર્દીઓ કે જેઓ કેન્સરમુક્ત થયા તેઓને આમંત્રણ આપવામાં આવ્યુ હતું.ખાસ તો પુરૂષોમાં થતા વધુ પડતા કેન્સરનું પ્રમાણ એ તમાકુનુ સેવન મુખ્ય કારણ જોવા મળ્યુ છે..કેન્સરના દર્દીઓમાં તેનું નિદાન થવાના સમયે દર્દી અને તેના પરિવારમાં ભારે ગમગીની છવાઈ જાય છે..તેમનામાં જે ભય પેસી જાય છે કે હવે દર્દીનું જીવન મુશ્કેલ બનશે તેને દૂર કરી મક્કમ મનોબળ સાથે હકારાત્મક અભિગમ અપનાવી જરૂરી સારવાર અને દર્દીની માનસિક સ્થિતિને મજબૂત બનાવી શકીએ તો પણ કેન્સરમાંથી બહાર આવવામાં દર્દીને મદદ મળે છે..આ જ હેતુને સિદ્ધ કરવા માટે વિશ્વ કેન્સર દિવસે સિવિલના અસ્મિતા ભવન ખાતે કેન્સરમુક્ત જીવન જીવતા 100થી વધુ કેન્સર વિજેતા દર્દીઓને બોલાવવામાં આવ્યા છે..આ એવા દર્દીઓ છે કે જેમની સારવાર ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટ્યુમાં થઈ હતી..અને તેઓ કેન્સરમુક્ત જીવન જીવી રહ્યા છે..ત્યારે કેન્સર દિવસ પર આ વિજેતા દર્દીઓ પોતાના અનુભવો , કેન્સર વખતની મનોસ્થિતિ, તેને કેવી રીતે દૂર કરવી, પરિવારે કેવો અભિગમ રાખવો, સારવાર માટે તબીબ સાથે કઈ રીતે સંકલનમાં રહેવુ અને દર્દી સ્વસ્થ થશે જ એવો ભાવ જગાવવો વગેરે બાબતોની વિસ્તૃત માહિતી આપવામાં આવી...અને એ સંદેશ પણ આપવાનો પ્રયાસ થયો કે કેન્સર એટલે કેન્સલ નહી...વહેલા નિદાન તથા સમયસરની સારવારથી સ્વસ્થ અને કેન્સરમુક્ત જીવન જીવી શકાય છે..

  કેન્સરનું નિદાન થાય એટલે નાસીપાસ થયા વિના હકારાત્મક અભિગમથી સારવાર કરાવવા મજબૂત મનોબળ રાખો
  વિશ્વ કેન્સર દિવસના ઉપલક્ષમાં કેન્સરના રોગની સારવાર લેતા પ્રત્યેક દર્દીએ મનોબળ મજબૂત કરવાની કેમ જરૂર છે..વર્તમાન સમયમાં કેન્સર અને તેના જેવી અનેક ઘાતક બીમારીઓ કોઈ પણ વ્યક્તિને ગમે તે સમયે પોતાનો શિકાર બનાવી શકે છે. સ્વસ્થ વ્યક્તિને પણ રોગ લાગૂ પડી શકે છે. આ માટે આપણી આસપાસનું વાતાવરણ, આહાર-વિહાર, જીવનશૈલી, તણાવ, પ્રદુષણ, ધુમ્રપાન, નશીલા દ્રવ્યોનું સેવન, પારિવારીક હિસ્ટ્રી, કુપોષણ, વ્યવસાય, ચેપ લાગવો, સ્વચ્છતાનો અભાવ જેવા અનેક કારણો જવાબદાર હોય છે. કેન્સર થયું છે એવું માલુમ પડે ત્યાર પછી વ્યક્તિની માનસિક સ્થિતિમાં ખૂબ ફરક પડી જાય છે. મોટા ભાગના કિસ્સાઓમાં વ્યક્તિને જ્યારે કેન્સર રોગ થયાની જાણ થાય એટલે મનથી જ હારી જાય છે અને પરિવારજનો પણ અસ્વસ્થ થઈ જાય છે, જે યોગ્ય નથી. વાસ્તવિક સ્થિતિને સ્વિકારવી એટલી સહજ નથી હોતી પરંતુ એ જ વાસ્તવિકતા છે કે હવે પછીની પ્રત્યેક ક્ષણ આ રોગને હરાવવા માટેની હોવી જોઈએ. એવા અનેક શ્રેણીબદ્ધ સફળ કિસ્સાઓ છે, જેમાં દર્દી અને પરિજનોના હકારાત્મક અભિગમથી કેન્સરને હરાવી દર્દી ફરીથી તેનું જીવન પૂર્વવત મેળવી શક્યો હોય. 

   

X
 • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

  Forecast

  • 01-03-2020 Max Temp : °C Min Temp : °C
  • 02-03-2020 Max Temp : °C Min Temp : °C
  • 03-03-2020 Max Temp : °C Min Temp : °C
  • 04-03-2020 Max Temp : °C Min Temp : °C
  • 05-03-2020 Max Temp : °C Min Temp : °C
  • 06-03-2020 Max Temp : °C Min Temp : °C
apply