અમેરિકન સ્પેસ એજન્સી નાસા ફરી એકવાર ચંદ્ર પર જવા માટે મિશન તૈયાર કર્યું
Live TV
-
અમેરિકન સ્પેસ એજન્સી અને એલોન મસ્કની સ્પેસ કંપની દ્વારા મિશનને પાર પાડવામાં આવશે
અમેરિકાની સ્પેસ એજન્સી નાસા દ્વારા ચંદ્ર પર જવા માટે વધુ એક મિશન તૈયાર કરવામાં આવી રહ્યું છે. નાસાનું વાઇપર મૂન રોવર 80 ટકા તૈયાર થઈ ગયુ છે. આ વર્ષના અંત સુધીમાં નાસા આ રોવરને ચંદ્ર પર મોકલશે. આ વાઈપર મૂન રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર બરફની શોધ કરશે. વાઈપર મુન નાસાના એમ્સ રિસર્ચ સેન્ટર દ્વારા બનાવવામાં આવ્યું છે. આ રોવર 430 કિલોગ્રામનું છે. તે લગભગ 8 ફૂટ ઊંચું, 5 લાંબુ અને પાંચ ફૂટ પહોળું છે. આ પ્રક્ષેપણ એલોન મસ્કની સ્પેસ કંપની સ્પેસએક્સના ફાલ્કન હેવી રોકેટથી થશે. વાઇપર મુન રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઓછામાં ઓછા 100 દિવસ કામ કરશે.
એટલે કે વાઈપર ચંદ્રના ચક્રના ત્રણ દિવસ અને ત્રણ રાતને આવરી લેશે. તેમાં ત્રણ સ્પેક્ટ્રોમીટર પણ છે. જ્યારે 3.28 ફૂટ લાંબી ડ્રિલિંગ આર્મ છે. તેની બેટરી સોલાર પેનલ દ્વારા ચાર્જ થશે. જેની મહત્તમ ક્ષમતા 450 વોટ હશે. તે 720 મીટર પ્રતિ કલાકની ઝડપે ચંદ્રની સપાટી પર આગળ વધી શકશે. તે ચંદ્રની સપાટીની નીચે હાજર બરફને શોધી કાઢશે. જેથી ભવિષ્યમાં માનવીઓ માટે વસાહતો સ્થાપવાનું સરળ બને. તે ચંદ્ર પર પાણી છે કે કેમ તે શોધી કાઢશે. તે ચંદ્ર પરના તાપમાનને પણ સહન કરશે. જોકે, આ પ્રોજેક્ટને ચંદ્ર પર મોકલવાનો ફાયદો એ છે કે રેડિયો કમાન્ડ ત્યાં ઝડપથી અને સરળતાથી પહોંચી જાય છે.