વિશ્વના સૌથી અમીર ઉદ્યોગપતિમાં મુકેશ અંબાણી 11માં નંબર પર
Live TV
-
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ એલોન મસ્કને પાછળ છોડીને વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં ટોચ પર પહોંચી ગયા છે. ટેસ્લાના શેરમાં ઘટાડાને કારણે એલોન મસ્કની નેટવર્થમાં ઘટાડો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ લિસ્ટ અનુસાર, જેફ બેઝોસની કુલ સંપત્તિ હવે $200 બિલિયન (લગભગ 16.58 લાખ કરોડ રૂપિયા) છે, જ્યારે એલોન મસ્કની નેટવર્થ $198 બિલિયન (લગભગ 16.41 લાખ કરોડ રૂપિયા) છે. Louis Vuitton Moët Hennessy (LVMH) ના CEO બર્નાર્ડ આર્નોલ્ટ $197 બિલિયન (રૂ. 16.33 લાખ કરોડ)ની નેટવર્થ સાથે ત્રીજા સ્થાને છે.
અબજોપતિઓની યાદીમાં ટોચના 15માં બે ભારતીય સામેલ છે
આ યાદીમાં ટોચના 15માં અબજોપતિઓમાં 2 ભારતીયોનો સમાવેશ થાય છે. જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 115 અબજ ડોલર (લગભગ રૂ. 9.53 લાખ કરોડ)ની નેટવર્થ સાથે 11મા સ્થાને છે. જ્યારે ગૌતમ અદાણી આ યાદીમાં 12મા નંબરે છે. તેમની કુલ સંપત્તિ $104 બિલિયન (રૂ. 8.62 લાખ કરોડ) છે.
ટેસ્લાના શેર આ વર્ષે અત્યાર સુધીમાં 24% થી વધુ ઘટ્યા છે
ઇલોન મસ્કની કંપની ટેસ્લાના શેરમાં આ વર્ષે અત્યાર સુધીમાં 24% થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. 1 જાન્યુઆરીએ તે $248.42 પર હતું, જે હવે ઘટીને $188.14 (માર્ચ 5) પર આવી ગયું છે. શેરના ભાવ ઘટવાના કારણે મસ્કની નેટવર્થ ઘટી છે. તે જ સમયે, એમેઝોનના શેરમાં આ વર્ષે અત્યાર સુધીમાં 18%નો વધારો જોવા મળ્યો છે.