Skip to main content
Settings Settings for Dark

અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવૉર , ટ્રમ્પે ચીની વસ્તુઓ પર વધારાની 15 ટકા ડ્યૂટી લાદી

Live TV

X
  • US-ચીનના ટ્રેડવોરથી વિશ્વભરમાં મંદીનો ભય

    અમેરિકા અને ચીન વચ્ચે વેપારને લઈને ચાલી રહેલા વિખવાદો સમાપ્ત થવાનું નામ નથી લઈ રહ્યા..અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે રવિવારે 12500 કરોડ ડૉલર (આશરે 9 લાખ કરોડ રૂપિયા)ની ચીની વસ્તુઓ પર 15% વધારાની ડ્યૂટી લાદી દીધી. તો જવાબી કાર્યવાહીમાં ચીને પણ અમેરિકાના ક્રૂડ ઓઈલ પર 5% વધારાની ડ્યૂટી લગાવી દીધી. 1 વર્ષથી ચાલી રહેલા ટ્રેડવોરમાં આવું પહેલીવખત છે કે જ્યારે ક્રૂડ ઓઈલ પર વધારાની ડ્યૂટી લગાવવામાં આવી છે. જે ચીની વસ્તુઓ પર 15% વધારાની ડ્યૂટી લગાવાઈ છે તેમાં સ્માર્ટ સ્પીકર, બ્લૂ ટુથ હેડફોન અને અનેક પ્રકારના ફૂટવેર સામેલ છે. તેનાથી અમેરિકામાં કેટલાક વસ્ત્રો, જૂતા, રમતના સાધનો અને અન્ય કન્ઝ્યુમર વસ્તુઓ મોંઘી થશે. આ ડ્યૂટી વધાર્યા પછી અમેરિકામાં ચીનથી આયાત થનારી લગભગ 2 તૃતીયાંશ કન્ઝ્યુમર આઈટમ્સ મોંઘી થઈ જશે. અગાઉ અમેરિકાએ જ્યારે પણ ચીનથી આયાત થતી વસ્તુઓ પર ડ્યૂટી લગાવવાની કાર્યવાહી કરી ત્યારે કન્ઝ્યુમર આઈટમને છોડી દીધી હતી.ડ્યૂટીમાં વધારા બાદ ચીનથી આયાત થનારા વસ્ત્રો અને પરિધાનો પર ડ્યુડી 87% અને જૂતા પર 52% થઈ જશે.સેલફોન, લેપટોપ, રમકડાં અને વસ્ત્રો પર 15% વધારાની ડ્યૂટી 15 ડિસેમ્બરથી લાગુ થશે. ટ્રમ્પે કહ્યું હતું કે ચીન અને અમેરિકા વચ્ચે વાતચીત થતી રહેશે પરંતુ રવિવારથી અમલી થનાર ડ્યૂટી વધારામાં કોઈ રાહત નહીં અપાય.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2024 Max Temp : °C Min Temp : °C
apply