અમેરીકાએ યુક્રેન અને તેના યુરોપીયન સખી દેશોને ૩.૭પ અબજ ડોલરથી વધુની લશ્કરી સહાય જાહેર કરી
Live TV
-
અમેરીકાએ યુક્રેન અને તેના યુરોપીયન સખી દેશોને ૩.૭પ અબજ ડોલરથી વધુની લશ્કરી સહાય જાહેર કરી છે. અમેરીકાના વિદેશ મંત્રી એન્ટોની બ્લીંકને કહયું કે સંરક્ષણ વિભાગ, યુક્રેનને ર.૮પ અબજ ડોલરની તુરંત સહાય તથા યુક્રેન સેનાના લાંબા ગાળાના આધુનીકી કરણ માટે બાવીસ કરોડ પ૦ લાખ અમેરીકી ડોલરની સહાય આપશે.
આ ઉપરાંત યુરોપીય સખી દેશોને ૬૮ કરોડ ર૦ લાખ ડોલરની સહાય આપશે. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કૈરાઇન જયાં પીયરે કહયું કે ર.૮પ અબજ ડોલરની સહાયમાં લશ્કરના બ્રેડલી લડાયક વાહનો, સુરંગ અવરોધક તથા અન્ય લશ્કરી વાહનો અને સ્વયં સંચાલીત હોવિત્ઝરનો સમાવેશ થાય તેવી સંભાવના છે. વ્હાઇટ હાઉસે જણાવ્યું છે કે યુક્રેનની આપેલી આ અત્યાર સુધીની સૌથી મોટી સહાય છે.
