ઈઝરાયલ-હમાસ યુદ્ધ: હમાસના 70થી વધુ આતંકીઓએ આત્મસમર્પણ કર્યું
Live TV
-
હમાસની બિલ્ડિંગમાંથી મોટી સંખ્યામાં હથિયારો મળી આવ્યા હતા.
ઈઝરાયેલના આક્રમક સૈન્ય અભિયાને પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસની કમર તોડી નાખી છે. ગાઝા પટ્ટીમાં યુદ્ધના 70માં દિવસે શુક્રવારે હમાસના આતંકવાદીઓની શસ્ત્રો મૂકવાની પ્રક્રિયા ચાલુ છે. અત્યાર સુધીમાં સેંકડો આતંકવાદીઓ આત્મસમર્પણ કરી ચૂક્યા છે.
ગુરુવારે ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે (IDF) આપેલ નિવેદન અનુસાર, કમલ અડવાન હોસ્પિટલના વિસ્તારમાં હમાસની બિલ્ડિંગમાંથી મોટી સંખ્યામાં હથિયારો મળી આવ્યા હતા. અહીં એન્કાઉન્ટરમાં જવાનોએ ઘણા આતંકીઓને ઠાર કર્યા છે. IDF અનુસાર, મોટી સંખ્યામાં સૈનિકોને આવતા જોઈને હમાસના આતંકવાદીઓ ગભરાઈ ગયા. આ દરમિયાન 70થી વધુ આતંકીઓ હથિયાર લઈને હોસ્પિટલની બહાર આવ્યા હતા અને આત્મસમર્પણ કર્યું. બાદમાં ઈન્ટેલિજન્સ ડિરેક્ટોરેટના યુનિટ 504માં પૂછપરછ માટે મોકલવામાં આવ્યા હતા.
આ દરમિયાન અમેરિકાએ ઇઝરાયલને ગાઝામાં હુમલા ઘટાડવા કહ્યું છે. રાષ્ટ્રપતિ જો બાઈડેનનું કહેવું છે કે, ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ ગાઝામાં પેલેસ્ટિનિયનોની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તે જ સમયે, ઇઝરાયલના ડિફેન્સ મિનિસ્ટર યોવ ગેલન્ટે તેલ અવીવ પહોંચેલા અમેરિકન NSA જેક સુલિવાનને જણાવ્યું કે, આ યુદ્ધ ઘણા મહિનાઓ સુધી ચાલુ રહેશે.