બિલાવલ ભુટ્ટો પાકિસ્તાનના PM અને તેમના પિતા આસિફ અલી જરદારી બનશે રાષ્ટ્રપતિ: PPP
Live TV
-
વર્ષ 2008માં યોજાયેલી ચૂંટણી પછી આસિફ જરદારી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બન્યા અને વર્ષ 2013 સુધી આ પદ પર રહ્યા.
પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)એ પાર્ટી અધ્યક્ષ અને પૂર્વ વિદેશમંત્રી બિલાવર ભુટ્ટોને પ્રધાનમંત્રી અને તેમના પિતા આસિફ અલી જરદારીને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવાની જાહેરાત કરી છે. PPPના સૂચના સચિવ ફૈસલ કરીમ કુંડીએ આજે જણાવ્યું કે, પાર્ટી અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો જરદારી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર હશે. અમારી એ ઈચ્છા છે કે, અમે 2008નું પુનરાવર્તન કરીને આસિફ જરદારીને રાષ્ટ્રપતિ બનાવીએ. PPP ચૂંટણી માટે "સંપૂર્ણ રીતે તૈયાર" છે.
વર્ષ 2008માં યોજાયેલી ચૂંટણી પછી આસિફ જરદારી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બન્યા અને વર્ષ 2013 સુધી આ પદ પર રહ્યા. બિલાવલ ભુટ્ટોએ એપ્રિલ 2022થી ઓગસ્ટ 2023 સુધી વિદેશ મંત્રી તરીકે સેવા આપી હતી.