ઈઝરાયેલના સૈનિક દળએ ગાઝામાં સર્ચ ઓપરેશન દરમિયાન કુખ્યાત હમાસના કમાન્ડરને ઠાર માર્યો
Live TV
-
ઇઝરાયેલી સેનાએ એક યુવાન પેલેસ્ટિનિયનને મારી નાખ્યો
ઈઝરાયેલ પર ઑક્ટોબર 7 ના હુમલાની યોજનામાં સામેલ હમાસના એક વરિષ્ઠ કમાન્ડર ગાઝા સિટી પર ઈઝરાયેલના હવાઈ હુમલામાં માર્યા ગયા હતાં. આ વાત ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ દ્વારા કહેવામાં આવી છે. ઇઝરાયેલી સૈન્યએ 12 જુલાઈના રોજ એક નિવેદનમાં જણાવ્યું હતું કે માર્યા ગયેલા કમાન્ડર, અયમાન શોવાદેહ, હાલમાં હમાસની શેજૈયા બટાલિયનના ડેપ્યુટી કમાન્ડર હતાં અને અગાઉ હમાસના ઓપરેશનલ હેડક્વાર્ટરમાં મુખ્ય કાર્યકર્તા હતાં.
માર્યા ગયેલા 150 થી વધુ આતંકવાદીઓ પૈકીનો એક વ્યક્તિ હતો
શોદેહે ઇઝરાયલી સૈનિકો પર અનેક હુમલા કર્યા હતાં. સિન્હુઆ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, સેનાએ દાવો કર્યો છે કે શહેરના શેજૈયા પડોશમાં તાજેતરના IDF ઓપરેશનમાં માર્યા ગયેલા 150 થી વધુ આતંકવાદીઓ પૈકીનો એક વ્યક્તિ હતો. સક્રિય આતંકવાદીઓ અને તેમના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ખતમ કરવા ઇઝરાયલી દળોએ લગભગ બે અઠવાડિયા સુધી શેજૈયાને નિશાન બનાવ્યું હતું.
ઇઝરાયેલી સેનાએ એક યુવાન પેલેસ્ટિનિયનને મારી નાખ્યો
સેનાએ જણાવ્યું હતું કે, તેણે શેજૈયામાં મિશન પૂર્ણ કર્યું છે. બીજી તરફ રામલ્લાહના પશ્ચિમ કાંઠાના શહેર નજીકના અબવીન ગામમાં દરોડા દરમિયાન, ઇઝરાયેલી સેનાએ એક યુવાન પેલેસ્ટિનિયનને મારી નાખ્યો. પેલેસ્ટિનિયન રેડ ક્રેસન્ટ સોસાયટીએ મૃતકની ઓળખ કર્યા વિના 12 જુલાઈના રોજ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "અમારા દળોએ એક 26 વર્ષીય વ્યક્તિને ગામમાંથી બહાર કાઢ્યો હતો જેને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી."
2023 ની શરૂઆતમાં પેલેસ્ટિનિયન-ઇઝરાયેલ સંઘર્ષ શરૂ થયો
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઘાયલ યુવકનું હોસ્પિટલમાં મૃત્યુ થયું છે. ઇઝરાયલી દળોએ ગામમાં હુમલો કર્યો, ગોળીબાર કર્યો અને ટીયર ગેસના શેલ છોડ્યા હતાં. જેમાં યુવક ઘાયલ થયો છે. આ ઘટના પર ઈઝરાયેલી સેના તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. યુએન ડેટા અનુસાર, ઓક્ટોબર 2023 ની શરૂઆતમાં પેલેસ્ટિનિયન-ઇઝરાયેલ સંઘર્ષ શરૂ થયો. ત્યારથી ઇઝરાયેલી દળોએ પશ્ચિમ કાંઠે અને પૂર્વ જેરુસલેમમાં 550 થી વધુ પેલેસ્ટિનિયનોને મારી નાખ્યા છે.