નેપાળમાં સર્જાઈ મોટી દુર્ઘટના, બે બસ નદીમાં ખાબકતા 7 ભારતીયો સહિત 60થી વધુ લોકો ગુમ
Live TV
-
નેપાળમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ભૂસ્ખલનના લીધે બે બસ ત્રિશુલ નદીમાં ખાબકી હતી. જેમાં 7 ભારતીય નાગરિક સહિત 60થી વધુ લોકો ગુમ થયા છે.
કાઠમાંડુ, નેપાળ: નેપાળમાં દર્દનાક અકસ્માત સર્જાયો છે. જ્યાંના મદન આશ્રિત રાજમાર્ગ પર એક ભૂસ્ખનને કારણે મુસાફરોથી ભરેલી બે બસ હાઇવે નજીક વહેતી ત્રિશુલ નદીમાં ખાબકી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટનામાં 7 ભારતીયો સહિત 60થી વધુ મુસાફરો ગુમ થયા છે. ભૂસ્ખલનના કારણે બસ નદીમાં પડી ગયા બાદ પાણીને જોરદાર પ્રવાહને કારણે બંને બસો વહેતી થઈ હતી. હાલ ગુમ થયેલા લોકોની શોધખોળ માટે રેસ્ક્યૂ ઑપરેશન ચાલી રહ્યું છે.
ગંભીર ઘટનાના પગલે મૃત્યુઆંક વધવાની આશંકા
આ ઘટનામાં 7 ભારતીયો સહિત 60 લોકો લાપતા બન્યા છે. આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે, મૃત્યુઆંક વધી શકે છે. ઘટનાની સૂચના મળ્યા બાદ સ્થાનિક પોલીસ રેસ્ક્યૂ કાર્યમાં લાગેલી છે. પોલીસને મળેલી સૂચના અનુસાર, આ બસ રાજધાની કાઠમાંડુ જઈ રહી હતી. આ બંને બસનું નામ એન્જલ અને ગણપતિ ડિલક્સ બસ હતું. લેન્ડસ્લાઇડના કારણે આ બસ એકબીજા સાથે અથડાઈ અને આ ગંભીર અકસ્મતા નડ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, તેમને આ બસોમાં મુસાફરી કરી રહેલા કેટલાક મુસાફરો પાસેથી આ અકસ્માતની જાણકારી મળી હતી. બસ નદીમાં ખાબકતા કેટલાક મુસાફરોએ તરીને પોતોના જીવ બચાવ્યો હતો અને બાદમાં પોલીસને ઘટના અંગે જણાવ્યું હતું.
કાઠમંડુ પોસ્ટના જણાવ્યા અનુસાર, ચિતવનના મુખ્ય જિલ્લા અધિકારી ઈન્દ્રદેવ યાદવે જણાવ્યું કે કાઠમંડુ જઈ રહેલી એન્ગાસ બસમાં 24 મુસાફરો હતા, જ્યારે કાઠમંડુથી ગૌર જઈ રહેલી ગણપતિ ડીલક્સ બસમાં લગભગ 41 લોકો હતા. આ અકસ્માત સવારે 3.30 વાગ્યાની આસપાસ થયો હોવાનું કહેવાય છે. ગણપતિ ડીલક્સ બસમાં મુસાફરી કરી રહેલા ત્રણ મુસાફરોએ છલાંગ લગાવીને જીવ બચાવવ્યો હતો, જ્યારે કેટલાક લોકો આ ઘટનામાં ગાયબ છે.
નેપાળના પ્રધાનમંત્રીએ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું
આ બધાની વચ્ચે નેપાળના પ્રધાનમંત્રી પુષ્પા દહલ પ્રચંડે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે, 'નારાયણઘાટ -મુગલિંગ રોડના સરહદી વિસ્તારમાં ભૂસ્ખલનથી બસ ખાબકી ગયા બાદ દેશના વિવિધ ભાગોમાં પૂર અને ભૂસ્ખલનને કારણે લગભગ પાંચ ડઝન મુસાફરોના મોત અને જાનમાલના નુકસાનથી હું ખૂબ જ દુઃખી છું. હું ગૃહ પ્રશાસન સહિત સરકારની તમામ એજન્સીઓને પેસેન્જરોને શોધવા અને અસરકારક રીતે બચાવવા માટે નિર્દેશ આપું છું.