પ્રધાનમંત્રી મોદી નેપાળના બે દિવસના પ્રવાસ બાદ ભારત પરત ફર્યા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નેપાળના બે દિવસના પ્રવાસ પર હતા અને હવે પાછા દિલ્હી આવી ગયા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નેપાળના બે દિવસના પ્રવાસ પર હતા અને હવે પાછા દિલ્હી આવી ગયા છે. આ યાત્રા દરમિયાન નરેન્દ્ર મોદીએ નેપાળમાં અરુણ 3 જલ વિદ્યુત પરિયોજનાનો શીલાન્યાસ કર્યો અને જનપુરથી અયોધ્યા સુધીની બસ સેવાને લીલી ઝંડી આપવાની સાથે સ્થાનિક રાજ નેતાઓના દિલ જીતી લીધા છે.
નરેન્દ્ર મોદીનો આજે નેપાળ મુલાકાતનો બીજો દિવસ હતો. તેમણે અહીં મુક્તિનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. આજે તેમણે પશુપતિનાથ મંદિરમાં પણ દર્શન કર્યા હતા. શુક્રવારે મોદીએ જનકપુર મંદિરમાં મા સીતાની પૂજા પણ કરી હતી. તે સાથે જ તેમણે જનકપુર-અયોધ્યા બસને લીલી ઝંડી બતાવી હતી. નોંધનીય છે કે, 4 વર્ષમાં મોદીની આ ત્રીજી નેપાળ મુલાકાત હતી. ગયા મહિને જ નેપાળના વડાપ્રધાન તેમની પહેલી વિદેશ યાત્રામાં ભારત આવ્યા હતા.