નવાઝ શરીફ : 26/11ના મુંબઈ હુમલામાં પાકિસ્તાનના આતંકવાદીઓનો હાથ
Live TV
-
ઈસ્લામાબાદ ખાતે પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને ભ્રષ્ટાચારના આરોપમાં ખરડાયેલા નવાઝ શરીફે સ્વીકાર્યું છે કે, 26/11ના મુંબઈ હુમલામાં પાકિસ્તાનના આતંકવાદીઓનો હાથ હતો.
ઈસ્લામાબાદ ખાતે પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને ભ્રષ્ટાચારના આરોપમાં ખરડાયેલા નવાઝ શરીફે સ્વીકાર્યું છે કે, 26/11ના મુંબઈ હુમલામાં પાકિસ્તાનના આતંકવાદીઓનો હાથ હતો. નવાઝ શરિફની આ સ્વીકૃતિ બાદ પાકિસ્તાનના દાવા ખોટા સાબિત થયા છે કે, તે આતંકવાદીઓને આશ્રય નથી આપતું. નવાઝ શરીફs એક ખાનગી અખબારને મુલાકાત દરમિયાન સ્વીકાર્યું છે કે, પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનો સક્રિય છે. આ સાથે તેમણે મુંબઈ હુમલા પર ચાલતી સુનાવણી પર પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે, તમે એવો દેશ ન ચલાવી શકો, જે દેશમાં બે થી ત્રણ સમાંતર સરકારો ચાલતી હોય પાકિસ્તાને પોતાને દુનિયાથી અલગ કરી દીઘુ છે, બલિદાન આપવા છતાં પાકિસ્તાનની વાત કોઈ સ્વીકારતું નથી. અને અફઘાનિસ્તાનની વાત દુનિયાએ સ્વીકાર કરી પણ, આ વાત પર પાકિસ્તાનની સરકારે વિચારવું જોઈએ.