નેપાળઃ પ્રધાનમંત્રી મોદીએ રુદ્રાક્ષ ધારણ કરી કર્યા પશુપતિનાથના દર્શન
Live TV
-
ગળામાં રુદ્રાશ ધારણ કરી કર્યા પશુપતિનાથના દર્શન
નરેન્દ્ર મોદીનો આજે નેપાળ મુલાકાતનો બીજો દિવસ છે. તેમણે અહીં મુક્તિનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. આજે તેમણે પશુપતિનાથ મંદિરમાં પણ દર્શન કર્યા હતા. શુક્રવારે મોદીએ જનકપુર મંદિરમાં મા સીતાની પૂજા પણ કરી હતી. તે સાથે જ તેમણે જનકપુર-અયોધ્યા બસને લીલી ઝંડી બતાવી હતી. નોંધનીય છે કે, 4 વર્ષમાં મોદીની આ ત્રીજી નેપાળ મુલાકાત છે. ગયા મહિને જ નેપાળના વડાપ્રધાન તેમની પહેલી વિદેશ યાત્રામાં ભારત આવ્યા હતા.