ઈઝરાયેલે સીરિયામાં હિઝબુલ્લાના કમાન્ડરને નિશાન બનાવ્યો, હુમલામાં 7 માર્યા ગયા
Live TV
-
ઈરાનની પરમાણુ ક્ષમતાઓને હવે નિશાન બનાવવામાં આવે
તાજેતરમાં ઈઝરાયેલે સીરિયામાં કુખ્યાત હિઝબુલ્લાહ કમાન્ડરને નિશાન બનાવ્યો હતો. બે ઇઝરાયેલ અધિકારીઓના જણાવ્યા અનુસાર, 8 ઓક્ટોબરના રોજ ઇઝરાયેલના સુરક્ષા દળોએ સીરિયાની રાજધાની દમાસ્કસમાં રહેણાંક મકાન ઉપર શ્રેણીબદ્ધ હવાઈ હુમલા કર્યા હતાં. આ હુમલો ઈરાની એમ્બેસી પાસે કરવામાં આવ્યો હતો. સુરક્ષા દળોએ હથિયારોની દાણચોરીમાં સામેલ હિઝબુલ્લાહ કમાન્ડરને નિશાન બનાવ્યો હતો.
હુમલામાં કોઈ ઈરાની નાગરિક માર્યા ગયા નથી
સીરિયાએ જણાવ્યું હતું કે આ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત સાત નાગરિકોના મોત થયા છે. આ હુમલામાં હિઝબુલ્લાહ કમાન્ડર માર્યો ગયો છે કે, કેમ તે સ્પષ્ટ નથી. ઈરાની એમ્બેસીએ કહ્યું કે હુમલામાં કોઈ ઈરાની નાગરિક માર્યા ગયા નથી. બેમાંથી કોઈને ઈજા થઈ ન હતી. તો ઈઝરાયેલે ગઈકાલે દક્ષિણ લેબનોનમાં વધુ સૈનિકો મોકલ્યા હતાં. આ સૂચવે છે કે, ઇઝરાયેલના સુરક્ષા દળો જમીની હુમલાને વધુ તીવ્ર બનાવી શકે છે.
ઈરાનની પરમાણુ ક્ષમતાઓને હવે નિશાન બનાવવામાં આવે
ઈઝરાયેલના સૈન્ય ઓપરેશન બાદ ગાઝાનો મોટા ભાગનો વિસ્તાર ખંડેર થઈ ગયો છે. આ કઈ ગાઝા વસાહત છે તે ઓળખવું મુશ્કેલ છે. ઈઝરાયેલના નાગરિકો માંગ કરી રહ્યા છે કે, ઈરાનની પરમાણુ ક્ષમતાઓને હવે નિશાન બનાવવામાં આવવી જોઈએ. અમેરિકામાં પણ કેટલાક લોકો આ વાતનું સમર્થન કરી રહ્યા છે. કેટલાક ઇઝરાયેલ અધિકારીઓ માને છે કે આ શક્ય છે.
ગોલાનની દિશામાંથી ત્રણ મિસાઈલ છોડવામાં આવી હતી
ઇઝરાયેલે મંગળવારે દમાસ્કસના મેજાહમાં રહેણાંક મકાનને નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં સાત નાગરિકો ઘાયલ થયા હતાં. આ હુમલો રાત્રે લગભગ 8.15 કલાકે કરવામાં આવ્યો હતો. સીરિયન ગોલાનની દિશામાંથી ત્રણ મિસાઇલો સાથે હવાઈ હુમલો કર્યો હતો.