Skip to main content
Settings Settings for Dark

હરિકેન મિલ્ટન તોફાન અમેરિકામાં તબાહી મચાવવા માટે તૈયાર, હજારો ફ્લાઇટ્સ થઈ રદ

Live TV

X
  • લગભગ 900 ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ મોડી પડી

    અમેરિકામાં 10 દિવસમાં બીજી વખત તોફાની વાવાઝોડું આવી શકે છે. વિદેશી હવામાન સંસ્થાઓએ ફ્લોરિડામાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તેને સૌથી વિનાશક વાવાઝોડાની કેટેગરી 5 મું સ્થાન આપવામાં આવ્યું છે. આ કેટેગરીના વાવાઝોડાને કારણે જાન-માલનું મોટું નુકસાન થવાનું જોખમ છે. વાવાઝોડું મિલ્ટન બુધવારે એટલે કે આજે ફ્લોરિડાના ટેમ્પા ખાડી સાથે ટકરાઈ શકે છે. સત્તાવાળાઓએ તોફાનના કારણે 1 મિલિયનથી વધુ લોકોને ટેમ્પા ખાડી વિસ્તાર ખાલી કરવાનો આદેશ આપ્યો હતો, જેના પરિણામે મોટા પ્રમાણમાં ટ્રાફિક જામ અને બળતણની અછત સર્જાઈ હતી.

    લગભગ 900 ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ મોડી પડી

    આ વાવાઝોડાને કારણે ટામ્પા ખાડીના ઉત્તર અને દક્ષિણના દરિયાકિનારા પર 10 થી 15 ફૂટ ઊંચા મોજાં ઉછળવાની ધારણા છે. યુએસ નેશનલ હરિકેન સેન્ટરે 254 મીમી કે તેથી વધુ વરસાદની આગાહી કરી છે. તે ઉપરાંત વાવાઝોડાને કારણે એર ટ્રાફિકને ખરાબ રીતે અસર થઈ છે, લગભગ 900 ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ મોડી પડી છે. તો નિર્ધારિત 1,500 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.

    વાવાઝોડાને કારણે ઓછામાં ઓછા 225 લોકોએ જીવ ગુમાવ્યા

    હરિકેન મિલ્ટન હાલમાં મેક્સિકોના અખાતમાંથી પસાર થઈ રહ્યું છે. તોફાનની ઝડપ 285 કિલોમીટર પ્રતિ કલાકની હતી. આ દરમિયાન ફ્લોરિડામાં દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે. લગભગ 5 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અગાઉ અમેરિકામાં હેલેન વાવાઝોડાએ તબાહી મચાવી હતી. હેલેન વાવાઝોડાને કારણે ઓછામાં ઓછા 225 લોકોએ જીવ ગુમાવ્યા છે.

    લોકોને તાત્કાલિક સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો 

    વ્હાઇટ હાઉસે જણાવ્યું કે વાવાઝોડાને કારણે રાષ્ટ્રપતિ જો બિડેને જર્મની અને અંગોલાનો પ્રવાસ મોકૂફ રાખ્યો છે. યુએસ પ્રમુખ જો બિડેને ફ્લોરિડામાં હરિકેન મિલ્ટન લેન્ડફોલ કરે તે પહેલા જે લોકોને તાત્કાલિક સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ફ્લોરિડામાં એક સદી કરતાં પણ વધુ સમયમાં ત્રાટકેલું આ સૌથી ભયાવહ વાવાઝોડું હોઈ શકે છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
apply