ઈન્ડોનેશિયામાં 6.1 ની તીવ્રતાનાં ભુકંપનાં આંચકા, જનજીવને મોટાપાયે અસર
Live TV
-
ઈન્ડોનેશિયાના સુલાવેસીમાં ભૂકંપના તેજ આંચકા અનુભવાયા હતા. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટર (EMSC)એ જણાવ્યું કે, ઈન્ડોનેશિયાના સુલાવેસી વિસ્તારમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, ભૂકંપનું કેન્દ્ર જમીનથી 145 કિમીની ઉંડાઈ પર હતું. ઈન્ડોનેશિયામાં સોમવારે પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ. પ્રશાંત મહાસાગરમાં રિંગ ઓફ ફાયર પર ઈન્ડોનેશિયાની સ્થિતિના કારણે ત્યાં ભૂકંપનું જોખમ વધુ રહે છે.
આ અગાઉ સોમવારે સવારે ઈન્ડોનેશિયામાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના તેજ આંચકાના કારણે લોકો ઘરોની બહાર આવી ગયા હતા. જોકે, કોઈ પણ જાનહાનિના નુકશાનના સમાચાર નહોતા આવ્યા. યૂનાઈટેડ સ્ટેટસ જિયોલોજિકલ સર્વેના જણાવ્યા પ્રમાણે ઈન્ડોનેશિયાના તટ પર આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 માપવામાં આવી હતી.
