Skip to main content
Settings Settings for Dark

એનઆરઆઈએ એપ્રિલ-મેમાં ભારતમાં 2.7 અબજ ડોલર ઠાલવ્યા

Live TV

X
  • વિદેશમાં રહેતા ભારતીયો (NRIs) દ્વારા દેશમાં મોકલવામાં આવતા નાણાંની રકમ આ વર્ષે એપ્રિલ-મેમાં ત્રણ ગણી વધીને 2.7 અબજ ડોલર થઈ ગઈ છે. ગયા વર્ષના સમાન ગાળામાં તે 0.6 અબજ ડોલર આરબીઆઈ દ્વારા જારી કરાયેલા આંકડામાં આ માહિતી સામે આવી .

    વિદેશમાં રહેતા ભારતીયો (NRIs) દ્વારા દેશમાં મોકલવામાં આવતા નાણાંની રકમ આ વર્ષે એપ્રિલ-મેમાં ત્રણ ગણી વધીને 2.7 અબજ ડોલર થઈ ગઈ છે. ગયા વર્ષના સમાન ગાળામાં તે 0.6 અબજ ડોલર આરબીઆઈ દ્વારા જારી કરાયેલા આંકડામાં આ માહિતી સામે આવી .

    NRI ડિપોઝિટ સ્કીમમાં જમા રકમ મે મહિનામાં વધીને 154.72 અબજ ડોલર થઈ ગઈ છે. આ યોજના વિદેશી ચલણ બિન-નિવાસી (FCNR) થાપણો, બિન-નિવાસી બાહ્ય (NRE) અને બિન-નિવાસી સામાન્ય (NRO) થાપણોને આવરી લેવાઇ છેમોટા પ્રમાણમાં વિદેશી ચલણનો પ્રવાહ દેશના વિદેશી મુદ્રા ભંડારને પણ અસર કરે છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર તાજેતરના સમયમાં વિશ્વની અન્ય કરન્સીની સરખામણીમાં રૂપિયાનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે.

    5 જુલાઈના રોજ ભારતનું વિદેશી મુદ્રા ભંડાર 657.16 અબજ ડોલર હતું. દેશના વિદેશી મુદ્રા ભંડારનું આ અત્યાર સુધીનું સર્વોચ્ચ સ્તર હતું. દેશમાં વધતી જતી વિદેશી મુદ્રા ભંડાર અર્થતંત્રની મજબૂતાઈ દર્શાવે છે. આ સાથે, તે રૂપિયાને મજબૂત કરવા માટે આરબીઆઈને વધુ વિકલ્પો આપે છે.વિદેશથી આવતી થાપણોમાં વધારો થવાનું કારણ દેશની નિકાસમાં થયેલો વધારો પણ છે. નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 200 અબજ ડોલરથી વધુની નિકાસ કરવામાં આવી છે.

    આ અઠવાડિયે માસિક વેપારના આંકડા જાહેર કરતા વાણિજ્ય સચિવ સુનીલ બર્થવાલે જણાવ્યું હતું કે જો આ વલણ ચાલુ રહેશે તો ચાલુ નાણાકીય વર્ષમાં નિકાસનો આંકડો 800 અબજ ડોલર વટાવી જશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
apply