હૈતીના દરિયાકાંઠે બોટમાં આગ લાગતાં ઓછામાં ઓછા 40ના મોત
Live TV
-
હૈતીના દરિયાકાંઠે એક બોટમાં આગ લાગતાં મોટી દુર્ઘટના સર્જાઈ. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 40 પ્રવાસીઓના મોત થયા છે. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન (IOM) એ સ્થાનિક સત્તાવાળાઓને ટાંકીને જણાવ્યું કે, આ અઠવાડિયાની શરૂઆતમાં હૈતીના દરિયાકાંઠે બોટમાં આગ લાગતા ઓછામાં ઓછા 40 લોકોના મોત થયા છે.
ઉત્તરી હૈતીના દરિયાકાંઠે એક બોટમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 40 સ્થળાંતર કરનારાઓના મોત થયા છે અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તાએ ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઈગ્રેશન (IOM)ને ટાંકીને આ માહિતી આપી છે.
યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસના ડેપ્યુટી પ્રવક્તા ફરહાન હકે શુક્રવારે એક બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, "હૈતીના રાષ્ટ્રીય સ્થળાંતર કાર્યાલયના જણાવ્યા મુજબ, બે દિવસ પહેલા 80થી વધુ લોકોને લઈને બોટ તુર્ક અને કેકોસ ટાપુઓના બંદર લબાડીથી નીકળી હતી."
ઉત્તરી હૈતીમાં કેપ હૈતીયનના દરિયાકાંઠે તેમની બોટમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 40 સ્થળાંતર કરનારાઓના મોત થયા છે અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે, એમ સિન્હુઆ ન્યૂઝ એજન્સીએ તેમને ટાંકીને જણાવ્યું હતું.
હૈતીયન કોસ્ટ ગાર્ડે 41 લોકોને બચાવ્યા અને અધિકારીઓના સહયોગથી IOM દ્વારા તેઓને તબીબી સંભાળ, ખોરાક, પાણી અને મનોવૈજ્ઞાનિક સહાય પૂરી પાડવામાં આવી રહી છે, એમ પ્રવક્તાએ જણાવ્યું હતું.
અગિયાર લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું.
હૈતીમાં આઇઓએમના વડા, ગ્રેગોઇર ગુડસ્ટીને જણાવ્યું હતું કે આ ઘટના સ્થળાંતર માટે સલામત માર્ગોની જરૂરિયાતને દર્શાવે છે.
IOM અનુસાર, આ વર્ષે 86,000 થી વધુ સ્થળાંતર કરનારાઓને પડોશી દેશો દ્વારા બળજબરીથી હૈતી પરત કરવામાં આવ્યા છે.