Skip to main content
Settings Settings for Dark

ઓમિક્રોનના સબવેરિએન્ટ XBB.1.5 ના કેસમાં વૃદ્ધિ, WHOએ આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન

Live TV

X
  • લાંબા અંતરની ફ્લાઈટોમાં યાત્રિકોએ માસ્ક પહેરવું જોઈએ તેની રજૂઆત અંગે વિચારણા કરવી જોઈએ.

    કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો હોવાને કારણે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ મંગળવારે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. WHO અને યૂરોપના અધિકારીઓએ જણાવ્યું છે કે, યૂરોપમાં ઓમિક્રોનના સબવેરિએન્ટ XBB.1.5 ના કેસ ધીમી ગતિએ વધી રહ્યા છે. આ કારણોસર લાંબા અંતરની ફ્લાઈટોમાં યાત્રિકોએ માસ્ક પહેરવું જોઈએ તેની રજૂઆત અંગે વિચારણા કરવી જોઈએ.

    અધિકારીઓ જણાવી રહ્યા છે કે, XBB.1.5 સૌથી વધુ ટ્રાંસમિસિબલ ઓમિક્રોન વેરિએન્ટ છે. અમેરિકામાં સપ્તાહના અંતમાં 7 જાન્યુઆરીના રોજ કોરોનાના જેટલા કેસ નોંધાયા, તેમાં આ વેરિએન્ટના 27.6 ટકા કેસ છે. નિષ્ણાંતો જણાવે છે કે, આ વેરિએન્ટના કારણે કોરોનાની લહેર આવશે કે નહીં, તે અંગે કંઈ કહી ના શકાય.

    WHOમાં યૂરોપના ઈમરજન્સી ઓફિસર કેથરીન સ્મોલવુડે જણાવ્યું છે કે, લાંબા અંતરની ફ્લાઈટમાં કોરોનાનો પ્રસાર થવાનું જોખમ હોવાને કારણે યાત્રિકોને માસ્ક પહેરવાની સલાહ આપવી જોઈએ. આ વેરિએન્ટ ફેલાતો રોકાય તેને ધ્યાનમાં રાખીને યાત્રા માટે કોઈ પણ ભેદભાવ વગર નિયમ લાગુ કરવો જોઈએ. તેઓ સ્પષ્ટતા કરતા જણાવે છે કે, આ નિવેદનનો અર્થ એવો ના કાઢવો જોઈએ કે, અમેરિકાના યાત્રિકોના ટેસ્ટીંગ માટે રજૂઆત કરવામાં આવી છે. આ વેરિએન્ટ ફેલાતો રોકવા માટે જેનોમિક સર્વેલેન્સ અને અન્ય દેશોના યાત્રિકો પર ધ્યાન આપવામાં આવશે. એરપોર્ટની આસપાસ પ્રદૂષિત જળ પર નિરીક્ષણ પણ રાખવામાં આવશે.

    XBB.1.5 વેરિએન્ટ

    XBB.1.5 વેરિએન્ટ ઓમિક્રોનનો સબ વેરિએન્ટ છે, જે સૌથી વધુ સંક્રામક છે અને વૈશ્વિક સ્તરે આ વેરિએન્ટના કારણે અસર થઈ રહી છે. આ મહિનાની શરૂઆતમાં WHOએ જે રિપોર્ટ આપ્યો તેના આંકડા અનુસાર ચાઈનીઝ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના એક વિશ્લેષણમાં ઓમિક્રોનના વેરિએન્ટ BA.5.2 અને BF.7 ની પ્રબળતા જોવા મળી છે.

    EASA (European Union Aviation Safety Agency) અને ECDC (European Centre for Disease Prevention and Control)એ ચીન અને યૂરોપીય સંધ વચ્ચેની ફ્લાઈટ માટે રજૂઆત કરી છે. જેમાં આ વાયરસ ફેલાતો રોકવા માટે માસ્ક પહેરવાની અને યાત્રિકોના ટેસ્ટીંગ વિશે રજૂઆત કરવામાં આવી છે. એજન્સી જણાવે છે કે, આવનારા યાત્રિકોના સેમ્પલનું રેન્ડમ ટેસ્ટીંગ પણ કરવામાં આવી શકે છે.

    WHO તથા અન્ય વૈજ્ઞાનિકો જણાવી રહ્યા છે કે, ચીન કોરોનાના વાસ્તવિક કેસની સંખ્યા ઓછી કરીને જણાવી રહ્યું છે. અમેરિકા સહિત 12થી વધુ દેશ ચીનથી આવતા યાત્રિકોનું કોરોના ટેસ્ટીંગ થાય તેની માંગ કરી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply