પેરુએ હિંસાને ડામવા માટે વિરોધગ્રસ્ત પુનો પ્રદેશમાં કર્ફ્યુની જાહેરાત કરી
Live TV
-
પેરુએ હિંસાને ડામવા માટે તેના વિરોધગ્રસ્ત પુનો પ્રદેશમાં કર્ફ્યુની જાહેરાત કરી છે. પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં 18 લોકો માર્યા ગયાના એક દિવસ બાદ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. પેરુના પ્રધાનમંત્રી આલ્બર્ટો ઓટારોલાએ જણાવ્યું હતું કે ત્રણ દિવસીય રાત્રિ કર્ફ્યુ રાત્રે 8 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી ચાલશે.
પુનો પ્રદેશ ભૂતપૂર્વ પ્રમુખ પેડ્રો કાસ્ટિલોની હકાલપટ્ટી સામે વિરોધનો સામનો કરી રહ્યો છે. અત્યાર સુધીમાં, વિરોધમાં મૃત્યુઆંક વધીને 40 થઈ ગયો છે. કાસ્ટિલોના સમર્થકો પુનો પ્રદેશમાં વિરોધનું નેતૃત્વ કરી રહ્યા છે.
અહેવાલો અનુસાર, એક મહિના પહેલા વિરોધ ફાટી નીકળ્યો હતો જ્યારે કેસ્ટિલોને ભ્રષ્ટાચારના કેસોને પગલે પદ પરથી હટાવવાની ફરજ પડી હતી અને હુકમનામા દ્વારા સંસદને વિસર્જિત કરવાનો પ્રયાસ કર્યા પછી બળવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.
