કાબુલમાં બોમ્બ વિસ્ફોટમાં પાંચ લોકોના મોત થયા
Live TV
-
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં વિદેશ મંત્રાલયની ઓફિસની બહાર થયેલા બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે. આ હુમલો ગઈ કાલે થયો હતો જ્યારે બોમ્બર મંત્રાલયની ઈમારતમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ વિસ્તારમાં તુર્કી અને ચીન સહિત ઘણા દેશોના દૂતાવાસ છે. ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા સ્થાનિક જૂથ ISISK એ હુમલાની જવાબદારી સ્વીકારી છે. કાબુલ પોલીસે હુમલાને કાયરતા ગણાવ્યો અને કહ્યું કે દોષિતોને સજા કરવામાં આવશે. ગયા વર્ષે તાલિબાને સત્તા સંભાળી ત્યારથી અફઘાનિસ્તાનમાં ડઝનેક બોમ્બ ધડાકા થયા છે અને મોટાભાગના હુમલાઓની જવાબદારી ISISKએ લીધી છે.
