કાબુલમાં વિદેશ મંત્રાલય બહાર થયેલા વિસ્ફોટની જવાબદારી લોકલ ISIS એ સ્વીકારી
Live TV
-
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં મોટો આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેમાં અત્યાર સુધીમાં ૨૦થી વધુ લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. જ્યારે અનેક લોકો ઘવાયા હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. આ હુમલાની જવાબદારી આઈએસઆઈએસની ત્યાંની લોકલ શાખા દ્વારા સ્વિકારવામાં આવી છે. આ આતંકી હુમલો કાબુલમાં વિદેશ મંત્રાલયની પાસે જ થયો છે. તેથી સુરક્ષામાં પણ મોટી ખામી સામે આવી છે. જ્યારે વિસ્ફોટ થયો ત્યારે વિદેશ મંત્રાલયની અંદર ચીનના અધિકારીઓની સાથે બેઠક ચાલી રહી હતી. તાલીબાનોના સત્તા સંભાળ્યા બાદ અત્યાર સુધીમાં કાબુલમાં અનેક વાર બોંબ વિસ્ફોટ થઈ ચુક્યા છે.
