Skip to main content
Settings Settings for Dark

કારમુક્ત અને પ્રદૂષણ મુક્ત ગામ એટલે નેધરલેન્ડનું ગિર્થૂન

Live TV

X
  • ગામમાં કાર કે મોટા વાહનો પર છે પ્રવેશબંધી

    શું તમે એવુ ગામ જોયુ છે ખરૂ જ્યા મોટરકાર કે વાહનો માટે નો એન્ટ્રી હોય..તો જોઈ લો આ તસ્વીરો...નેધરલેન્ડના ગિર્થૂન ગામનો આ વિડિયો છે..કે જેની ખાસિયતો જાણીને આપ આશ્ચર્ય પામી જશો..આ ગામ છે કુદરતી કળાઓનું રમણીય સ્થળ..અત્યંત સુંદર ગામ અને એ પણ પ્રદૂષણ મુક્ત..અહી નથી જોવા મળતો ધુમાડો કે નથી સાંભળવા મળતો ઘોંઘાટ..તેનુ કારણ એ છે કે ગામમાં કાર કે તેનાથી મોટા કોઈ પણ વાહનો માટે પ્રવેશબંધી કરવામાં આવેલી છે..જો આ ગામમાં પ્રવાસ કરવો હોય તો હોડી, પગપાળા કે પછી બાઈક દ્વારા જ કરી શકાય તેમ છે.આ આખુ ગામ એક નહેરના કાંઠે વસેલુ છે અને ગામને નહેરમાં ફેરવી નખાયુ છે.

    જેમ લોકોના ઘરમાં બાઈક અને કાર પાર્ક થયેલી હોય છે તેમ અહી બાઈક, સાઈકલ અને હોડી પાર્ક થયેલી જોવા મળે છે....આ ગામ 13મી સદીમાં સ્થપાયેલુ છે..નજીકમાં લીલોતરી એટલે કે વન વિસ્તાર આવેલો છે..એવુ કહેવાય છે કે એક વખત અહી પૂર આવ્યુ હતુ ત્યારે ગામલોકોએ હોડીની સફરનો રસ્તો અપનાવી લીધો હતો..આજે એ રસ્તો ફેશન બની ગયો છે અને વર્ષમાં દોઢથી બે લાખ પ્રવાસીઓ કારમુક્ત ગામની સફર કરવા આવે છે.ગામવાસીઓ સ્વચ્છતાના આગ્રહી છે.અહી કોઈ સ્વચ્છતા મિશન શરૂ કરે કે ન કરે પણ દરેક ઘર સુંદર અને સ્વચ્છ જોવા મળે છે.ગામની નહેર પાણીથી તરબતર જોવા મળે છે.તમે ઈટાલીનું વેનિસ શહેરનું નામ તો સાંભળ્યુ જ હશે જે તેની આ પ્રકારની પ્રાકૃતિક સૌંદર્યતા માટે જાણીતુ છે ત્યારે એ કહેવુ બિલકુલ ખોટુ નથી કે આ નેધરલેન્ડનું વેનિસ છે..

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply