કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રીએ COP 27ના આયોજિત સત્રમાં ભાગ લીધો
Live TV
-
COP 27ની સાથે સાથે આજે UNFCCC પેવેલિયન ખાતે સ્મોલ આઇલેન્ડ ડેવલપિંગ સ્ટેટ્સ (SIDS)માં પ્રતિરોધક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવો વિષય પર એક સત્ર યોજવામાં આવ્યું હતું. ભારત સરકારના કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દર યાદવ, મોરેશિયસ સરકારના પર્યાવરણ, ઘન કચરો અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી કાવ્યદાસ રામાનો, જમૈકા સરકારના આર્થિક વૃદ્ધિ અને રોજગાર સર્જન મંત્રાલયના સેનેટર મેથ્યુ સમુડા અને AOSIS તેમજ ફિજીના પ્રતિનિધિઓએ સત્રમાં ભાગ લીધો હતો.
આ સત્રનો એજન્ડા IRISની દૂરંદેશી રજૂ કરવાનો અને પ્રથમ ‘પ્રસ્તાવના આહ્વાન’ (કોલ ફોર પ્રપોઝલ)ની જાહેરાત કરવાનો હતો. આ સત્રમાં IRIS દૂરંદેશી 2022-2030 પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું અને પ્રથમ 'પ્રસ્તાવના આહ્વાન' હેઠળ આવતી IRIS પરિયોજનાઓના અમલીકરણને સરળ બનાવતા મુખ્ય સક્ષમકર્તા પરિબળોને પ્રતિબિંબિત કરવામાં આવ્યા હતા. IRIS એ પ્રથમ પહેલ હશે જે COP 27માં ગયા અઠવાડિયે આપદા પ્રતિરોધક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગઠબંધન (CDRI) દ્વારા શરૂ કરવામાં આવેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રતિરોધક પ્રવેગક ભંડોળ (IRAF) દ્વારા અમલમાં મૂકવામાં આવશે.
શ્રી ભૂપેન્દર યાદવે પોતાના મુખ્ય સંબોધનમાં જણાવ્યું હતું કે, “વૈશ્વિક પ્રેક્ષકગણ સમક્ષ 'પ્રતિરોધક આઇલેન્ડ સ્ટેટ્સ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર' (IRIS)ની દૂરંદેશી રજૂ કરવા માટે અને IRIS હેઠળ આવતી પરિયોજનાઓ માટે પ્રથમ 'પ્રસ્તાવનાના આહ્વાન'ની જાહેરાત કરવા માટે આજે હું આપ સૌની સાથે જોડાયો છુ તેનો મને આનંદ છે. આપ સૌ જાણો છો તે મુજબ, IRIS એ એવી મુખ્ય વ્યૂહાત્મક પહેલ છે જે સૌથી વધુ સંવેદનશીલ અને ખુલ્લા દેશોમાં હોય તેવા SIDS માટે પ્રતિરોધકતા અને આબોહવા અનુકૂલન ઉકેલો પ્રાપ્ત કરવા અને પહોંચાડવા માટે એક સાધન તરીકે ડિઝાઇન કરવામાં આવી છે.
સહ-નિર્માણ અને પૂરકતાના મુખ્ય માર્ગદર્શક સિદ્ધાંતોને વળગીને, ભારત, UK, ઑસ્ટ્રેલિયા, જમૈકા, મોરેશિયસ અને ફિજી દ્વારા COP26 ખાતે વર્લ્ડ લીડર્સ સમિટમાં IRISની શરૂઆત કરવામાં આવી હતી. તે SIDSમાં માળખાકીય સુવિધાઓમાં પ્રતિરોધકતાને લગતા ઉકેલો પર એકબીજા સાથે અભ્યાસ, માહિતીના આદાનપ્રદાન અને જોડાણની સુવિધા પૂરી પાડવા માટેનું સંયુક્ત પ્લેટફોર્મ છે. મહિલાઓ અને સજ્જનો, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભારત સરકાર બદલાતી આબોહવાની વ્યવસ્થામાં SIDSના હિતોનું રક્ષણ કરવા માટે અડગ રીતે પ્રતિબદ્ધ છે.
આજે, આપણે જાણીએ છીએ કે આબોહવા પરિવર્તન એ પર્યાવરણ સંબંધિત અન્ય તમામ પડકારોમાં સૌથી મહત્વપૂર્ણ પડકાર છે. એકંદરે થતા ઉત્સર્જનને અંકુશમાં રાખ્ય વગર, અન્ય પર્યાવરણીય પડકારોમાં ભલે સફળતા મળી જાય, અને તેના લક્ષ્યો પ્રાપ્ત કરી લેવામાં આવે તો પણ, લાંબાગાળા માટે તેની કોઇ કિંમત નથી.
