નોર્થ કોરિયાએ છોડી US સુધી જનારી બૈલિસ્ટિક મિસાઇલ: જાપાનની સમુદ્રી સીમામાં પડી
Live TV
-
નોર્થ કોરિયાએ શુક્રવારે ઇન્ટર કોન્ટિનેન્ટલ બૈલિસ્ટિક મિસાઇલ (ICBM)નો પરીક્ષણ કર્યું. આ મિસાઇલ જાપાનની સમુદ્રી સીમામાં પડી છે. જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિડ અનુસાર, આ મિસાઇલ પશ્ચિમી જાપાનના આઇલેન્ડ ઓશિમાથી 210 કિલોમીટર દૂર પડી છે.
નોર્થ કોરિયાના સુનાન એરિયાથી આ મિસાઇલને ફાયર કરી. જાપાનના રક્ષા મંત્રી યાસુકાજૂ હમાદાએ કહ્યું- આ બૈલિસ્ટિક મિસાઇલે 6 હજારથી વધુ કિમીની ઊંચાઇ પર ઉડાન ભરી. આ મિસાઇલની રેન્જ બહુ છે. આ અમેરિકા સુધી જઇ શકે છે. આ મિસાઇલ 15,000 કિમી સુધી ઉડાન ભરવામાં સક્ષમ છે.
અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે નોર્થ કોરિયાની આ હરકત પર આપત્તિ નોંધાવી છે. એશિયા પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન (APEC સમિટ)માં ભાગ લેવા થાઇલેન્ડ પહોચેલી કમલા હેરિસે કહ્યું- હું બધા સહયોગીઓને અપીલ કરું છું કે તેઓ નોર્થ કોરિયાની આ હરકતની નિંદા કરે. આ સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિયમોનું ઉલંઘન છે. તો જાપાનના પ્રધાનમંત્રીએ આને ઉશ્કેરણીજનક હરકત ગણાવી. તેમણે કહ્યું કે આવા પ્રકારની હરકતોને ક્યારે ચલાવી ન લેવાય.
