ક્રૂડ ઓઈલ લઈને ભારત આવી રહેલા ઈઝરાયેલના જહાજ પર હિંદ મહાસાગરમાં ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો
Live TV
-
ડ્રોન હુમલા સમયે જહાજ ભારતના વેરાવળથી લગભગ 200 નોટિકલ માઈલ 378 (કિલોમીટર) દૂર હતું. જહાજમાં ભરેલું ક્રૂડ ઓઈલ સાઉદી અરેબિયાથી મેંગલુરુ લઈ જવામાં આવી રહ્યું હતું.
સાઉદી અરેબિયાથી ક્રૂડ ઓઈલ લઈ જઈ રહેલા ઈઝરાયેલના જહાજ પર હિંદ મહાસાગરમાં ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં જહાજમાં આગ લાગી હોવાના સમાચાર છે પરંતુ તમામ ક્રૂ મેમ્બર સુરક્ષિત હોવાના અહેવાલ છે. ભારતીય સેનાને આ મામલાની માહિતી મળતાં જ તેણે કોસ્ટ ગાર્ડ પેટ્રોલિંગ શિપ ICGS વિક્રમને રવાના કર્યો.
બ્રિટીશ સૈન્ય, યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ અને મેરીટાઇમ ફર્મ એમ્બ્રેના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલી વેપારી જહાજ MV કેમ પ્લુટો પર વેરાવળ નજીક ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાના કારણે જહાજમાં આગ લાગી હતી. સેનાના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ડ્રોન હુમલા બાદ જહાજમાં આગ ફાટી નીકળી હતી, જેને તાત્કાલિક કાબૂમાં લેવામાં આવી હતી. હુમલાને કારણે કોઇપણ પ્રકારનું નુકસાન થયું ન હોવાની પ્રાથમિક માહિતી મળી છે. ડ્રોન હુમલા સમયે, જહાજ ભારતના વેરાવળ (સોમનાથ)થી લગભગ 200 નોટિકલ માઈલ 378 (કિલોમીટર) દૂર હતું.
આશંકા છે કે આ હુમલામાં આતંકી સંગઠન હુથી સામેલ હોઈ શકે છે. સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ ICGS વિક્રમ પોરબંદર અરબી સમુદ્રમાંથી વેપારી જહાજ MV કેમ પ્લુટો તરફ રવાના થયું છે. જહાજમાં ભરેલું ક્રૂડ ઓઈલ સાઉદી અરેબિયાથી મેંગલુરુ લઈ જવામાં આવી રહ્યું હતું.