તાઈવાન પ્રદેશમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ
Live TV
-
આજે વહેલી સવારે તાઈવાન પ્રદેશમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, એમ જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) એ જણાવ્યું હતું. ભૂકંપનું કેન્દ્ર તાઈવાનના તાઈતુંગ કાઉન્ટીની નજીકના દરિયામાં 16.5 કિ.મી (10.3 માઈલ)ની ઊંડાઈએ હતું.
આંચકાના કારણે રહેવાસીઓને તેમના ઘરો છોડીને ભાગવું પડયું હતું. જોકે હજી સુધી કોઈ જાનહાનિ અથવા મિલકતને નુકસાન થયું નથી. રાજધાની તાઈપેઈમાં ભૂકંપનો આંચકો અનુભવાયો ન હતો.