ગુગલના સીઈઓ સુંદર પિચાઈ પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત
Live TV
-
અમેરિકામાં ભારતીય રાજદૂત તરણજિત સિંહ સંઘૂએ સાન ફ્રાન્સિસ્કો ખાતે ગુગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારમાંથી એક પદ્મ ભુષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાજદૂત તરણજિત એસ સંઘુએ જણાવ્યું હતું કે, સેન ફ્રાન્સિસ્કોમાં ગુગલના સીઈઓ સુંદર પિચાઈને પદ્મ ભુષણ આપીને તેઓ ખુશ છે અને મદુરેયથી માઉન્ટેન વ્યૂ સુધીની તેમની પ્રેરણાદાયક યાત્રા ભારત-અમેરિકા અને ટેકનોલોજીને મજબૂત કરે છે. આ સન્માન અંગે સુંદર પિચાઈએ જણાવ્યું હતું કે, હું આ સન્માનથી ભારત સરકાર અને ભારતના લોકોનું ખૂબજ આભારી છું. ભારત મારા માટે એક હિસ્સા છે અને હું ગુગલ તથા ભારત વચ્ચે મહાન ભાગીદારી ચાલુ રાખવાની આશા રાખું છું, કારણ કે આપણે ટેકનોલોજીનો લાભ લેવા સાથે મળીને કામ કરીએ છીએ.
પિચાઈએ જણાવ્યું હતું કે, ટેકનોલોજીમાં આવેલા તીવ્ર ફેરફારથી ભારતે મને કેટલીક વખત આશ્ચર્યજનકમાં મૂક્યું છે. ભારતમાં કરવામાં આવેલી ડિજિટલ ચૂકવણીથી સમગ્ર વિશ્વના લોકોને લાભ મળી રહ્યો છે. પિચાઈએ જણાવ્યું હતું કે, તેમનું વ્યવસાય ડિજિટલ ફેરફારની તકોનો લાભ લેવાનો છે. હાલ પહેલા કરતા વધુ સંખ્યામાં ઈન્ટરનેટ લોકો સુધી પહોંચી ગયું છે જેમાં ગામડાઓનો પણ સમાવેશ થાય છે.
