Skip to main content
Settings Settings for Dark

યુએન હેડક્વાર્ટર ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે

Live TV

X
  • ભારતીય શિલ્પકાર પદ્મશ્રી પુરસ્કાર વિજેતા રામ સુતાર દ્વારા ડિઝાઇન કરાયેલ પ્રતિમા, જેમણે ગુજરાતમાં 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' પણ ડિઝાઇન કરી હતી

    મહાત્મા ગાંધીની પ્રતિમા પ્રથમ વાર સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં સ્થાપિત કરવામાં આવશે. તેનું અનાવરણ 14 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે અને આ સમારોહમાં સુરક્ષા પરિષદના તમામ 15 સભ્યો તેમજ 1 જાન્યુઆરી, 2023ના રોજ કાઉન્સિલમાં જોડાનારા 5 નવા સભ્યો હાજરી આપે તેવી અપેક્ષા છે. મહાત્મા ગાંધીની પ્રતિમા, જે યુએન બિલ્ડિંગના "પ્રતિષ્ઠિત" નોર્થ લૉનમાં મૂકવામાં આવ્યું છે, તે ભારત તરફથી સંયુક્ત રાષ્ટ્રને ભેટ છે.

    પ્રતિમા વિશે થોડી માહિતી 

    પ્રસિદ્ધ ભારતીય શિલ્પકાર પદ્મશ્રી પુરસ્કાર વિજેતા રામ સુતાર દ્વારા ડિઝાઇન કરાયેલ પ્રતિમા, જેમણે ગુજરાતમાં 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' પણ ડિઝાઇન કરી હતી, 14 ડિસેમ્બરે વિદેશ મંત્રી એસ જયશંકરની યુએનની મુલાકાત દરમિયાન અનાવરણ કરવામાં આવશે.

    યુનાઈટેડ નેશન્સ હેડક્વાર્ટરમાં સ્થાપિત થનારી આ પ્રતિમા પ્રથમ ગાંધી શિલ્પ હશે, જે વિશ્વભરમાંથી આવેલી ભેટો અને કલાકૃતિઓને ગર્વથી પ્રદર્શિત કરે છે.

    જર્મની દ્વારા આપવામાં આવેલ 'બર્લિન વોલ'નો એક ભાગ, સોવિયેત શિલ્પ 'લેટ અસ બીટ સ્વોર્ડ્સ ઇનટુ પ્લોફશેર્સ', દક્ષિણ આફ્રિકા દ્વારા દાન કરાયેલ નેલ્સન મંડેલાની આજીવન કાંસ્ય પ્રતિમા અને પાબ્લો પિકાસોના ચિત્ર પર આધારિત 'ગ્યુર્નિકા' ટેપેસ્ટ્રીનો સમાવેશ થાય છે. 

    યુનાઈટેડ નેશન્સ હેડક્વાર્ટર ખાતે પ્રદર્શિત અન્ય ભારતીય ભેટ 'સૂર્ય' એ સૂર્ય દેવની 11મી સદીની કાળા પથ્થરની પ્રતિમા છે, જે 26 જુલાઈ, 1982ના રોજ દાનમાં આપવામાં આવી હતી. આ પ્રતિમા પાલા શાશનના અંતકાળની છે અને હાલમાં કોન્ફરન્સ બિલ્ડીંગમાં પ્રદર્શિત છે, જે તત્કાલીન પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ ઈન્દિરા ગાંધી દ્વારા યુએનને ભેટ તરીકે આપવામાં આવ્યું હતું. યુનાઈટેડ નેશન્સ વતી તત્કાલીન સેક્રેટરી જનરલ જેવિયર પેરેઝ ડી ક્યુલર દ્વારા આ શિલ્પનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.

    આ ઘટનાના મહત્વને રેખાંકિત કરતાં કંબોજે કહ્યું કે મહાત્મા ગાંધીનો અહિંસા અને શાંતિનો વારસો કાયમી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નિવેદન કે "આ યુદ્ધનો યુગ નથી" તે જ વારસાની વાત કરે છે અને વિશ્વ દ્વારા તેને વ્યાપકપણે સ્વીકારવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply