ચીનના દક્ષિણ પશ્ચિમ સ્થિત સિચુઆન પ્રાંતમાં ભૂકંપ
Live TV
-
ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ પર 6ની માપવામાં આવી
ચીનના દક્ષિણ પશ્ચિમ સ્થિત સિચુઆન પ્રાંતમાં આવેલા ભૂકંપના લીધે મૃતકોની સંખ્યા 12ની થઈ છે. તો સો કરતાં પણ વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે. ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ પર 6ની માપવામાં આવી હતી. આ ભૂકંપે ચીનના યિબિન શહેરના ચાંગનિંગ કાઉન્ટી વિસ્તારને ધ્રૂજાવી દીધો હતો. આજે સવારે પણ આ વિસ્તારમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. તેમજ 40 મિનિટમાં ભૂકંપના અન્ય ચાર આંચકા નોંધાયા હતા. ભૂકંપના કારણે ચાર હજારથી પણ વધુ લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા છે.