ચીનમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, 110થી વધુ લોકોના મોત અને 200થી વધુ લોકો ઘાયલ
Live TV
-
ઉત્તર પશ્ચિમ ગાસૂ અને કિંઘાઈ પ્રાંતમાં ભૂકંપની સૌથી વધુ અસર થઈ છે.
ચીનમાં 6.2ની તીવ્રતાના ભૂકંપથી 110 કરતા વધુ લોકોના મોત થયા છે. ઉત્તર પશ્ચિમ ગાસૂ અને કિંઘાઈ પ્રાંતમાં ભૂકંપની સૌથી વધુ અસર થઈ છે. ચીનમાં કાલે સાંજે ગાસૂ અને કિંઘાઈ પ્રાંતના આસપાસના ક્ષેત્રમાં ભૂકંપથી સૌથી વધુ અસર થતા 200થી વધુ લોકો ઘાયલ છે.
કિંઘાઈ પ્રાંતની બાજુમાં આવેલ ડોંગ શહેરમાં 9 લોકોના મોત થયા છે અને 124 લોકો ઘાયલ થયા છે. ચીનની બ્લૂ સ્કાઈ રેસ્ક્યૂ ટીમ રાહત અને બચાવ કાર્ય કરી રહી છે. ચીનના કિંગાઈ પ્રાંતના હેડોંગમાં સૌથી વધુ નુકસાન થયું છે. વર્ષ 2010 6.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં 100થી વધુ લોકોના મોત થયા છે.