ઉત્તર કોરિયાએ છોડી બેલેસ્ટિક મિસાઈલ, જાપાન અને દક્ષિણ કોરિયાએ કર્યો દાવો
Live TV
-
જાપાનના તટ રક્ષક અને દક્ષિણ કોરિયાની સેનાએ દાવો કર્યો છે કે ઉત્તર કોરિયાએ રવિવારે એક અજ્ઞાત પ્રકારની બેલેસ્ટિક મિસાઈલ છોડી છે.
જાપાનના તટ રક્ષક અને દક્ષિણ કોરિયાની સેનાએ દાવો કર્યો છે કે ઉત્તર કોરિયાએ રવિવારે એક અજ્ઞાત પ્રકારની બેલેસ્ટિક મિસાઈલ છોડી છે. મિસાઈલને ઉત્તર કોરિયાના પૂર્વ તટથી સમુદ્રમાં લોન્ચ કરવામાં આવી હતી. જો કે આ મિસાઈલ પર વધારે કોઈ જાણકારી આપવામાં નથી આવી. આ લોન્ચિંગ અધિકારીઓની ચેતવણી બાદ કરવામાં આવ્યું છે. આ ચેતવણીમાં કહેવામાં આવ્યું હતું કે પરમાણું હથિયારોથી લેસ મિસાઈલનું ઉત્તર કોરિયા ફરી પરીક્ષણ કરી શકે છે.