2 મહિનાના યુદ્ધ સંઘર્ષ બાદ ઈઝરાયેલે ગાઝામાં માનવ સહાય માટે ખોલ્યો રસ્તો
Live TV
-
ઈઝરાયેલે ગાઝામાં સીધી માનવીય મદદ પહોંચાડવા માટે પહેલી વખત રસ્તો ખોલ્યો છે.
ઈઝરાયેલે ગાઝામાં સીધી માનવીય મદદ પહોંચાડવા માટે પહેલી વખત રસ્તો ખોલ્યો છે. 2 મહિનાથી ચાલી રહેલા સંઘર્ષ પછી ઈઝરાયેલે પોતાના નિયંત્રણવાળા એક વિસ્તારને માનવ સહાયતા માટે ખોલી દીધો છે. ગઈકાલે ખોલવામાં આવેલા આ રસ્તાથી ગાઝાવાસીઓ માટે ખાદ્ય સામગ્રી અને આરોગ્યની વસ્તુઓ તેજ ગતિથી પહોંચવાની આશા છે.
જો કે આ બધાની વચ્ચે ઈઝરાયેલે ગાઝા પર પોતાના હુમલા ચાલુ રાખ્યા છે. જેના કારણે ગાઝામાં ચાર દિવસથી સંચાર સેવા ઠપ્પ થઈ ગયેલી છે. જેના કારણે ઘાયલો સુધી પહોંચવું મુશ્કેલ બની રહ્યું છે. તો ઈઝરાયેલની સેનાએ ગઈકાલે ગાઝામાં હમાસની સૌથી મોટી ટનલ શોધી કાઢી હોવાનો દાવો કર્યો હતો. સિમેન્ટ, કોનક્રીટથી બનેલા આ ટનલ જમીનથી 50 મીટર નીચે મળી આવી છે. આ ટનલ એટલી પહોળી છે તેમાં સરળતાથી કાર પસાર થઈ શકે છે.