Skip to main content
Settings Settings for Dark

ચીન-અમેરિકા વચ્ચે સંઘર્ષ વધ્યો

Live TV

X
  • ચીન અમેરિકા વચ્ચે અથડામણ, ટ્રમ્પની વ્યાપાર ક્રિયાની ધમકી પર વિફર્યુ ચીન, કહ્યું કે આ વ્યાપાર યુદ્ધને અંત સુધી પહોંચાડવા માટે છે તૈયાર, બાહ્ય દબાણથી નહિ ડગે ચીન

    અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપારિક તાણ વધી છે ત્યાં ઇરાન વિશે પણ અમેરિકાએ પોતાની વલણ કડક કરી છે. અમેરિકા દ્વારા ચીનથી આયાત કરવામાં આવતા વસ્તુઓ પર શુલ્ક 10 થી વધીને 25 ટકા કરાયો છે, તો ચીને પણ પલટાવર કરતાં 60 અબજ ડૉલરની અમેરિકન વસ્તુઓ પર શુલ્ક વધારી દીધો છે. અમેરિકા ચીનથી થાતી બીજા 300 અબજ ડૉલરની આયાતમાં પણ આ જ પ્રકારે  શુલ્ક વધારવાની તૈયારીમાં છે. ટ્રમ્પે પોતાના ટ્વિટમાં ચીન વિરુદ્ધ સખ્ત વલણ અપનાવશે એવો સંકેત આપ્યો છે.

    આ બધા વચ્ચે ચીને કહ્યું કે તે અમેરિકા સાથે વેપાર વાટાઘાટો ચાલુ રાખશે, અને આ મુદ્દાને વાટાઘાટોથી ઉકેલવા પ્રયાસ કરશે, પરંતુ ચીન કોઈપણ પ્રકારના વેપાર યુદ્ધ માટે પણ  તૈયાર છે. ચીનની સરકારના પ્રવક્તા ગેંગ સુઆંગે કહ્યું કે તેઓ આશા રાખે છે કે અમેરિકા આ પરિસ્થિતિને હલકામાં ના લે અને કોઈ ખોટી સમજૂતી ના કેળવે. એક વાત સ્પષ્ટ છે કે ચીન સામેથી વ્યાપાર યુદ્ધમાં નહીં પડે, પરંતુ જો તેમની પર યુદ્ધ થોપવામાં આવશે તો તે અંત સુધી લડશે.

    બીજી તરફ અમેરિકાના ઇરાન સાથેના સંબંધોની  તાણમાં પણ વધારો થયો છે, ડોનાલ્ડ ટ્રમ્પ ઇરાનને પણ ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી છે. ટ્રમ્પે આ નિવેદન, યુએઇએ હોરમુજની ખાડીમાં ચાર તેલની વ્યવસાયિક જહાજોનો નાશ કરવા બાબતે ફરીયા્દ નોંધાવ્યા બાદ આપ્યુ હતુ. 

    અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલ આ તાણ દરમ્યાન અમેરિકન વિદેશ મંત્રી માઇક પોમ્પિઓએ યુરોપિયન સંઘની વિદેશ નીતિના વડા ફેડેરિકા મોઘેરિનીને મળ્યા. બેઠક પછી મોઘેરિનીએ કહ્યું કે યુરોપિયન સંઘના તમામ સભ્ય દેશોમાં આવી પરિસ્થિતિઓમાં અમેરિકા પાસેથી આ બાબતમાં સમજણથી વર્તવાની આશા રાખીએ છીએ. યુરોપિયન સંઘે અમેરિકાને કોઈપણ લશ્કરી વિકલ્પ વિશે વિચારવા ન કરવા સલાહ આપી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
apply