Skip to main content
Settings Settings for Dark

સુષ્મા સ્વરાજે ઈરાનના વિદેશમંત્રી સાથે ખનિજ તેલ અંગે કરી વાટાઘાટો 

Live TV

X
  • વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે ઈરાનના વિદેશ મંત્રી, મહમદ જાયેદ ઝરીફ સાથે, ખનિજ તેલ અંગે કર્યો વાટાઘાટો - ચાબહાર પોર્ટ પ્રોજેક્ટના ભાવિ અંગે પણ થઈ ચર્ચા- અમેરીકાએ લાદેલા પ્રતિબંધ બાદ અખાતિ પ્રદેશમાં વધી રહી છે તંગદિલી.

    વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે ભારતની મુલાકાતે આવેલા ઈરાનના વિદેશ મંત્રી મહમદ જાવેદ ઝરિફ સાથે , વાટાઘાટો કરી હતી. અમેરીકાએ ઈરાન પાસેથી તેલ ખરીદી માટે , ભારત સહિતના કેટલાંક દેશોને પ્રતિબંધોમાંથી છ મહિનાની આપેલી છુટછાટની મુદત પુરી થયા પછીની આ મહત્વની બેઠક હતી. 

    અમેરીકા અને ઈરાન વચ્ચે અખાતી પ્રદેશમા વધી રહેલી તંગદિલી વચ્ચે મળેલી આ બેઠકનું , મહત્વ વધી જાય છે. સવારે અગિયાર વાગે શરૂ થયેલી બેઠક , એક કલાક સુધી ચાલી હતી. અમેરીકી પ્રતિબંધ વચ્ચે ભારત , ઈરાન પાસેથી તેલ ખરીદી કરી શકશે ? તેલ ખરીદ કરી તો તેના કેવા પ્રત્યાઘાતો આવશે?  તે સહિતના મુદ્દે બેઠકમાં ચર્ચા થઈ હતી. બેઠકમાં ચાબહાર પોર્ટના ભાવિ વિશે પણ ચર્ચા થઈ હતી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply