Skip to main content
Settings Settings for Dark

ચીન: તિબેટ શહેરમાં ગંભીર હિમપ્રપાત, ઓછામાં ઓછા આઠના મોત

Live TV

X
  • ચીનના તિબેટના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં સ્થિત નિંગચીકી શહેરમાં ભારે હિમપ્રપાત થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નિંગચી શહેરમાં આ હિમસ્ખલનના કારણે ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો પહાડો પરથી પડેલા બરફની નીચે દટાઈ ગયા છે. ચીનની સરકારે અહીં ફસાયેલા લોકોની મદદ માટે એક રેસ્ક્યુ ટીમ મોકલી છે. આ રાહત-બચાવ ટીમ બરફમાં દટાયેલા લોકોના મૃતદેહોને બહાર કાઢવા ઉપરાંત ગુમ થયેલા લોકોને શોધવાનો પ્રયાસ કરી રહી છે. નિંગચીકીની ઊંચાઈ સમુદ્ર સપાટીથી 9300 ફૂટ છે. તેને તિબેટનું સ્વિત્ઝર્લેન્ડ પણ કહેવામાં આવે છે. મેનલિંગ કાઉન્ટીમાં સ્થિત પાઈ ગામને જોડતા રસ્તા પર મંગળવારે રાત્રે લગભગ 8 વાગ્યે હિમપ્રપાત થયો હતો. તેમાં ઘણા લોકો દટાયા હોવાનો અંદાજ છે. આ સિવાય ચીનના ઈમરજન્સી મેનેજમેન્ટ મંત્રાલયે પણ એક બચાવ ટીમ રવાના કરી છે. જેમાં 246 જવાનો, 70 વાહનો અને 994 સર્ચ ડિવાઇસનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે કરવામાં આવશે. આ ઉપરાંત ગુમ થયેલા લોકોને શોધવા માટે 10 મોટા ઉપકરણો પણ વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply