જાપાન - ચક્રવાત હેગીબિશથી 33ના મોત, 27 હજાર સૈનિકો બચાવકાર્યમાં લાગ્યા
Live TV
-
તોફાનના કારણે રગ્બી વર્લ્ડ કપની ઘણી મેચો રદ કરી દેવામાં આવી
જાપાનની રાજધાની ટોક્યો સહિત અનેક વિસ્તારોમાં આવેલા ભયાનક વાવાઝોડા હેગીબિશથી અત્યાર સુધીમાં 33 લોકોના મોત થયા છે. પૂરમાં મકાનોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે હેલિકોપ્ટર, હોડીઓ અને હજારો સૈનિકોને લગાડવામાં આવ્યા છે. લગભગ 27 હજાર સૈનિકો અને બચાવ દળ રાહત અભિયાનમાં લાગી ગયા છે. વાવાઝોડા હેગીબિશે શનિવારે સાંજે મધ્ય ટોક્યોમાં દસ્તક દીધી હતી. તેણે મધ્ય અને ઉત્તરી જાપાનમાં તબાહી મચાવી હતી. વાવાઝોડાના કારણે દેશની 14 નદીઓમાં પૂર આવી ગયા છે. ટોક્યોના 66 હજાર ઘરોમાં હજુ પણ વિજળી ગુલ છે. તોફાનના કારણે રગ્બી વર્લ્ડ કપની ઘણી મેચો રદ કરી દેવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાનની રાજધાની ટોક્યો સહિત દેશના અન્ય ભાગમાં આવેલા વાવાઝોડના કારણે થયેલા નુકસાન પર ટ્વિટ કરીને મદદની ઓફર કરી છે. પીએમે ટ્વિટ સંદેશામાં લખ્યું છે કે ભારત આ મુશ્કેલ સ્થિતિમાં જાપાન સાથે એકજુટથી ઉભું છે. જાપાનની પૂર્વ નિર્ધારિત યાત્રા પર ગયેલા ભારતીય નૌ સૈનિકોને તરત સહાયતા કરવામાં પ્રશન્નતા થશે.