જાપાનમાં 60 વર્ષના સૌથી શક્તિશાળી તોફાન હગિબીસે સર્જી ભારે તારાજી
Live TV
-
ચક્રવાતી તોફાન, હેગીબીસની અસરથી જાપાનના મોટાભાગના વિસ્તારમાં મુશળધાર વરસાદ અને તોફાની હવા ચાલી રહી છે. જેના પગલે સામાન્ય જનજીવન ખોરવાયું છે. આ તોફાન હેગીબીસ , રાજધાની ટોકિયોના દક્ષિણ - પશ્ચિમમાં ઇજુપ્રાંતથી જમીન ઉપર ગઈકાલે સાંજે ટકરાયું હતું. વાવાઝોડાની અસરથી 225 કિલોમીટર કલાકની ઝડપથી , પવન ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડાથી 4 ના મોતની ખબર છે અને 100 થી વધુ લોકો ઇજાગ્રસ્ત છે.
ભારે પવનથી 70 લાખથી વધુ લોકોને પોતાનું ઘર છોડી, સલામત સ્થળે જવા જણાવાયું છે. વાવાઝોડાની અસરથી ટ્રેન સેવા અસરગ્રસ્ત છે. એક હજારથી વધુ વિમાનો એરપોર્ટ ઉપર ઊભા રખાયા છે. હજારો ઘરોમાં વિજળી નથી. ભારે વરસાદના પગલે ભૂસ્ખલન અને પુરની સ્થિતિ ઊભી થઈ શકે છે.તોફાનની અસરથી શનિવારે રાજધાની ટોકયોનું આસમાન ગુલાબી થઈ ગયું હતું. તટીય વિસ્તારોમાં 180 કિમી/કલાકની ઝડપથી ફૂંકાયેલા પવનો અને ભારે વરસાદથી ઘણાં ઘરોને નુકસાન થયું હતું. કેંટો અને શિજુઓકા વિસ્તારમાં 2 લાખ 12 હજાર ઘરોમાં વીજળી સપ્લાય બંધ થયો હતો. લગભગ 42 લાખ લોકોને સુરક્ષિત જગ્યાઓ પર પહોંચાડવામાં આવ્યા છે.જાપાનમાં તમામ ફ્લાઈટ્સને સ્થગિત કરી દેવાઈ છે. જાપાની કંપનીઓએ 1929 આંતરરાષ્ટ્રીય અને નેશનલ ફ્લાઈટ્સને કેન્સલ કરી દેવાઈ છે. આ ઉપરાંત ટોકિયોમાં તમામ થિયેટર, શોપિંગ મોલ અને કારખાના બંધ કરી દેવાયા છે. લોકોને ઘરમાં જ રહેવાનું સૂચન કરાયું છે. તોફાનને હગિબીસ નામ ફિલીપીંસે આપ્યું છે. અહીંની ભાષામાં તેનો અર્થ ગતિ થાય છે.