Skip to main content
Settings Settings for Dark

જાપાન-હેગીબીસ ચક્રવાતનો કહેર, 70 લાખ લોકોને સલામત સ્થળે જવા સૂચના

Live TV

X
  • વાવાઝોડાની અસરથી ટ્રેન સેવા અસરગ્રસ્ત

    ચક્રવાતી તોફાન, હેગીબીસની અસરથી જાપાનના મોટાભાગના વિસ્તારમાં મુશળધાર વરસાદ અને તોફાની હવા ચાલી રહી છે. જેના પગલે સામાન્ય જનજીવન ખોરવાયું છે. આ તોફાન હેગીબીસ , રાજધાની ટોકિયોના દક્ષિણ - પશ્ચિમમાં ઇજુપ્રાંતથી જમીન ઉપર ગઈકાલે સાંજે ટકરાયું હતું. વાવાઝોડાની અસરથી 225 કિલોમીટર કલાકની ઝડપથી , ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડાથી 4 ના મોતની ખબર છે અને 100 થી વધુ લોકો ઇજાગ્રસ્ત છે. ભારે પવનથી 70 લાખથી વધુ લોકોને પોતાનું ઘર છોડી સલામત સ્થળે જવા જણાવાયું છે. વાવાઝોડાની અસરથી ટ્રેન સેવા અસરગ્રસ્ત છે. એક હજારથી વધુ વિમાનો એરપોર્ટ ઉપર ઊભા રખાયા છે. હજારો ઘરોમાં વિજળી નથી. ભારે વરસાદના પગલે ભૂસ્ખલન અને પુરની સ્થિતિ ઊભી થઈ શકે છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply