તુર્કીમાં મધ્ય ઈસ્તાંબુલમાં થયેલાં વિસ્ફોટમા છ લોકોના મોત અને 81 લોકો ધાયલ
Live TV
-
વિસ્ફોટ રવિવારે બપોરે ઈસ્તાંબુલનાં તક્સીન સ્કેવર વિસ્તારમાં થયો હતો.
તુર્કીમાં મધ્ય ઈસ્તાંબુલનાં ગીચ વિસ્તારમાં થયેલાં વિસ્ફોટમા છ લોકોના મોત થયા છે અને 81 લોકો ધાયલ થયા છે. આ વિસ્ફોટ રવિવારે બપોરે ઈસ્તાંબુલનાં તક્સીન સ્કેવર વિસ્તારમાં થયો હતો. તુર્કીનાં ઉપરાષ્ટ્રપતિ કુઆત ઓકતેએ કહ્યું કે, આ વિસ્ફોટ આંતકવાદી હુમલો હોવાનું જણાય છે, જે એક મહિલા દ્વારા કરાયો છે. અત્યાર સુધી કોઈપણ આંતકવાદી જૂથે આ હુમલાની જવાબદારી લીધી નથી. ઉલ્લેખનીય છે કે, તક્સીન સ્કેવરનાં ઈસ્તીકલાલ વિસ્તારમાં 2016 માં પણ આત્મધાતી બોમ્બ હુમલો કરાયો હતો. ભારતે, આ ધટનાં અંગે દુઃખની લાગણી વ્યકત કરી તુર્કી સરકાર અને નાગરીકોને સાંત્વના પાઠવી છે. ટ્વિટમાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા અરબિંદ બાગચીએ ઈજાગ્રસ્ત ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી છે.
