Skip to main content
Settings Settings for Dark

નાસાના રિસર્ચ પ્રમાણે દુનિયા માટે 2022 એ પાંચમું સૌથી ગરમ વર્ષ

Live TV

X
  • પૃથ્વીની સપાટી પરનું સરેરાશ ઉષ્ણતામાન 2022 માં પાંચમું સૌથી ગરમ વર્ષ બની રહ્યું હોવાનું ધ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન - નાસાના વિજ્ઞાનીઓએ કરેલા વિશ્લેષણમાં જણાયું છે. ન્યુયોર્કમાં આવેલી નાસાની ગોદાર્દ ઇન્સ્ટિટયુટ ફોર સ્પેસ સ્ટડીઝના વિજ્ઞાાનીઓએ જણાવ્યું હતું કે નાસાના બેઝ લાઇન પિરિયડ 1951-1980 ની સરેરાશની સરખામણીમાં 2022 માં દુનિયાનું તાપમાન 1.6 ડિગ્રી ફેરનહીટ અથવા 0.89 ડિગ્રી સેલ્શિયસ ઉંચું રહ્યું હતું. 

    નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને આ ટ્રેન્ડને ચિંતાજનક ગણાવી જણાવ્યું હતું કે વાતાવરણ ગરમ થઇ રહ્યું છે તેને પ્રતાપે જંગલમાં લાગતાં દવ વધારે વિકરાળ, હરિકેન વધારે મજબૂત, દુકાળ વધારે વિનાશક અને દરિયાની સપાટી વધી રહ્યા છે. 1880માં રેકોર્ડ રાખવાનું શરૂ થયું ત્યારથી છેલ્લા નવ વર્ષ સૌથી ગરમ રહ્યા છે. અભ્યાસમાં જણાવ્યા અનુસાર ૧૯મી સદીની સરેરાશ કરતોં પૃથ્વી 2022માં 2 ડિગ્રી ફેરનહીટ અથવા 1.11 ડિગ્રી સેલ્શિયસ વધારે ગરમ રહી હતી. માનવ પ્રવૃત્તિને કારણે વાતાવરણમાં ગ્રીન હાઉસ ગેસ મોટાપાયે  ઠલવાતા હોઇ પૃથ્વી પર તેની લાંબા ગાળાની અસર પડતી રહેશે. 2020માં કોરોના મહામારી દરમ્યાન માનવ પ્રવૃત્તિઓ અટકી જવાને કારણે ગ્રીન હાઉસ ગેસનું પ્રમાણ ઘટયું હતું પણ પછી તે વધી ગયું છે. નાસાના વિજ્ઞાાનીઓએ 2022માં કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન સૌથી વધારે થયું હોવાનું નોંધ્યું હતું. 

    આર્કટિક પ્રદેશમાં સૌથી વધારે ગરમ વાતાવરણ અનુભવાયું હતું. દુનિયાની સરેરાશ કરતાં ચાર ગણું વધારે ગરમ વાતાવરણ અહીં અનુભવાયું હતું.ગયા વર્ષે પાકિસ્તાનમાં ધોધમાર વરસાદ પડયો હતો તો યુએસમાં મોટો દુકાળ પડયો હતો. સપ્ટેમ્બરમાં ફૂંકાયેલું હરિકેન યુએસમાં સૌથી વધારે જોરદાર અને વિનાશક નીવડયું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply