નેપાળના નેત્ર ચિકિત્સક ડૉ. સંદુક રુઈટે માનવતાની સેવા માટે બહેરીનનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ISA એવોર્ડ જીત્યો
Live TV
-
આ પુરસ્કારમાં USD 1 મિલિયનનો રોકડ પુરસ્કાર, યોગ્યતાનું પ્રમાણપત્ર અને સુવર્ણ ચંદ્રક સામેલ છે. ડૉ. રુઈટ અંતરિયાળ આઇ કેમ્પમાં ઉચ્ચ ગુણવત્તાની માઇક્રોસર્જિકલ પ્રક્રિયાઓ પહોંચાડવામાં અગ્રણી રહ્યાં છે. તેમણે આધુનિક આંખની સંભાળ અને ચિકિત્સાને એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશો માટે સસ્તું અને સુલભ બનાવ્યું છે. 1,20,000 આંખોની દ્રષ્ટિ બચાવવા માટે તેમને પ્રેમથી "દૃષ્ટિના ભગવાન" તરીકે ઓળખવામાં આવે છે. નહીં તો આ સારવારની ગેરહાજરીમાં આ વ્યક્તિઓ અંધ બની ગયા હોત.
ડૉ. રુઈટે 650 થી વધુ ડૉક્ટરોને તાલીમ આપી છે, તેમણે આ ડૉક્ટરોને અંધત્વને અટકાવી શકાય તેવો ઈલાજ કરવાનું શીખવ્યું છે. તેઓને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કાર, ભૂટાનના નેશનલ ઓર્ડર ઓફ મેરિટ તેમજ રેમન મેગ્સેસે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા . નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ 'પ્રચંડ' એ પ્રતિષ્ઠિત બહેરીનનો ISA એવોર્ડ મેળવવા બદલ વરિષ્ઠ નેત્ર ચિકિત્સક રુઈટને અભિનંદન પાઠવ્યા છે.
