ન્યુઝીલેન્ડનાં પ્રધાનમંત્રી જેસિન્ડા આર્ડર્ને ચૂંટણી પહેલાં જ રાજીનામું આપવાની કરી જાહેરાત
Live TV
-
ન્યુઝીલેન્ડનાં પ્રધાનમંત્રી જેસિન્ડા આર્ડર્ન આવતા મહિને તેમના પદ પરથી રાજીનામું આપશે.
ન્યુઝીલેન્ડનાં પ્રધાનમંત્રી જેસિન્ડા આર્ડર્ન આવતા મહિને તેમના પદ પરથી રાજીનામું આપશે. તેઓ 14 ઓક્ટોબરે યોજાનારી સામાન્ય ચૂંટણીમાં પણ ઉમેદવાર નહીં હોય. પ્રધાનમંત્રીએ પત્રકારોને જણાવ્યું હતું કે, આવતા મહિને 7 ફેબ્રુઆરીએ તેમના કાર્યકાળનો અંતિમ દિવસ હશે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન તરીકેનો તેમનો સાડા પાંચ વર્ષનો કાર્યકાળ ખૂબ જ મુશ્કેલ હતો અને તેઓ એકમાત્ર એવા વ્યક્તિ હતાં જેમને પદ છોડવાની જરૂર હતી. આર્ડર્ને કહ્યું કે, તેમણે ઉનાળું વેકેશન દરમિયાન તેમના ભવિષ્ય વિશે વિચાર્યું હતું.
જેસિન્ડા આર્ડર્ન 2017 માં 37 વર્ષની વયે ન્યુઝીલેન્ડનાં પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયાં હતાં. તેઓ વિશ્વનાં સૌથી યુવા મહિલા રાજ્ય પ્રમુખ બન્યાં હાતાં. ન્યુઝીલેન્ડમાં સત્તાધારી લેબર પાર્ટી નવા નેતાની પસંદગી માટે રવિવારે મતદાન કરશે. પાર્ટીના નવા નેતા આગામી સામાન્ય ચૂંટણી સુધી વડાપ્રધાન રહેશે.
