Skip to main content
Settings Settings for Dark

ન્યૂઝિલેન્ડના 41મા પ્રધાનમંત્રી તરીકે આજે ક્રિસ હિપકિંસએ લીધા શપથ

Live TV

X
  • ન્યૂઝિલેન્ડના 41મા પ્રધાનમંત્રી તરીકે આજે ક્રિસ હિપકિંસએ શપથ લીધા હતા. શપથ ગ્રહણ અગાઉ 40મા પ્રધાનમંત્રી તરીકે જેસિન્ડા આર્ડન છેલ્લી વખત ન્યુઝીલેન્ડની સંસદમાં પહોંચ્યા અને ત્યાંથી સીધા તેઓ સરકારી ગૃહ ગયા હતા અને જયાં તેમણે પોતાનું રાજીનામું સોંપ્યું હતું. પદભાર સંભાળયા બાદ હિપકિંસે સંકેત આપતા જણાવ્યું હતું કે, વધતી જતી મોંઘવારીનો સામનો કરવો એ તેમની કેબિનેટની પ્રાથમિકતા રહેશે. હિપકિંસ પ્રથમ વખત 2008માં ન્યુઝીલેન્ડની સંસદમાં ચૂંટાયા હતા. આ સિવાય હિપકિન્સે પોલીસ મંત્રાલય, શિક્ષણ અને જાહેર સેવા જેવા મંત્રાલયો પણ સંભાળ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply