પડોશી ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો સ્થિત બળવાખોર જૂથ હુમલા બાદ બુરુન્ડીમાં લગભગ 20 લોકોના મોત
Live TV
-
આફ્રિકાના બુરુન્ડી સરકારના એક પ્રવક્તાએ કહ્યું છે કે, પડોશી ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો સ્થિત બળવાખોર જૂથ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ બુરુન્ડીમાં લગભગ 20 લોકો માર્યા ગયા છે.
પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું કે, મૃતક લોકોમાં 12 બાળકો અને 3 મહિલાઓ હતી. જેમાંથી 2 મહિલા ગર્ભવતી હતી. બુરુન્ડી સશસ્ત્ર બળવાખોર જૂથ રેડ તબારાએ આ હુમલાની જવાબદારી લીધી છે. નાગરિકો પર નિશાન બનાવવાનો ઇનકાર કરી ચૂકેલા સમૂહે 9 સૈનિકો અને 1 પોલીસ ઓફિસરને માર્યાનો દાવો કર્યો છે.