Skip to main content
Settings Settings for Dark

ફ્રેન્ચ એરપોર્ટ પર ફસાયેલા ભારતીયોની ચાર ન્યાયાધીશો દ્વારા પૂછપરછ કરાઈ

Live TV

X
  • ફ્રાન્સના ચાર ન્યાયાધીશોએ ​​માનવ તસ્કરીની શંકામાં ફ્રાંસની રાજધાની પેરિસ નજીકના એરપોર્ટ પર અટકાયતમાં લેવાયેલા વિમાનમાં મુસાફરી કરી રહેલા 300થી વધુ ભારતીયોની પૂછપરછ શરૂ કરી હતી. નિકારાગુઆ જતું પ્લેન (A-340) ગુરુવારે દુબઈથી આવ્યા બાદ રિફ્યુઅલિંગ માટે પેરિસથી 150 કિમી પૂર્વમાં વેટ્રી એરપોર્ટ પર અટકાવવામાં આવ્યું હતું.

    ફ્રેન્ચ અખબાર અનુસાર, સત્તાવાળાઓને એવી માહિતી મળી હતી કે વિમાનમાં માનવ તસ્કરીનો ભોગ બનેલા લોકો છે. ન્યાયાધીશોને તેમની અટકાયતની અવધિ આઠ દિવસથી વધુ લંબાવવાની સત્તા છે. ચાર જજ આવતીકાલે પણ સુનાવણી કરી શકે છે. સુનાવણીમાં અનુવાદકોની મદદ લેવામાં આવી રહી છે.

    અખબાર અનુસાર, પ્રાદેશિક ફરિયાદી એનિક બ્રાઉને કહ્યું હતું કે, આ ફ્લાઈટ રોમાનિયન કંપની લિજેન્ડ એરલાઈન્સ દ્વારા સંચાલિત કરવામાં આવી રહી છે. ફ્લાઇટના 303 મુસાફરો એરપોર્ટ પર ફસાયેલા છે. ફરિયાદીઓના જણાવ્યા અનુસાર, આમાં 11 સગીરોનો સમાવેશ થાય છે. દસ મુસાફરોએ આશ્રયની વિનંતી કરી છે. સુનાવણી દરમિયાન પોલીસના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

              

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
apply