પાકિસ્તાને તાલિબાનના બેઝ પર એરસ્ટ્રાઈક કરી, 4 સામાન્ય નાગરિક માર્યા ગયા
Live TV
-
પાકિસ્તાનની એરફોર્સે ગુરુવારે અફઘાનિસ્તાનમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન(TTP)ના બેઝ પર એરસ્ટ્રાઈક કરી હતી. જેનો અફઘાનિસ્તાનના એક અખબાર હશ્ત-એ-સુબહના એક રિપોર્ટમાં ખુલાસો થયો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ હવાઈ હુમલા TTPના ગઢ મનાતા નાંગરહાર રાજ્યના સલાલા ગુશ્તા શહેરમાં કરવામાં આવ્યા હતા. બીજી બાજુ સોશિયલ મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ એરસ્ટ્રાઈકમાં એક ડેરી પર કામ કરવાવાળા ચાર સામાન્ય નાગરિકના પણ મોત થયા છે. જેમાં એક બાળક સામેલ છે. ત્યારે હજુ સુધી પાકિસ્તાની સેના કે અફઘાનિસ્તાનની તાલિબાન શાસને આ મામલે કંઈ પણ જણાવ્યું નથી.
પાકિસ્તાન એરફોર્સના ફાઈટર જેટ્સે એક જ દિવસમાં બેવાર અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઈક કરી. પહેલો હુમલો ગુરૂવારે વહેલી સવારે અને બીજો સવારે 11 વાગ્યાની આસપાસ કરાયો. અખબારો મુજબ, આ દરમિયાન ફાયરિંગ નથી થયું, ફક્ત ઉંચાઈ પરથી બોમ્બમારો કરાયો હતો.
